દુબઇ :આઇસીસી દ્વારા રેન્કિંગમાં કરાયેલા વાર્ષિક અપડેટમાં ટીમ ઇન્ડિયાઍ ટેસ્ટ રેન્કિંગમાં જ્યારે ઇંગ્લેન્ડે વનડે રેન્કિંગમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું. આઇસીસીના નિવેદન અનુસાર રેન્કિંગમાં અપડેટ 2015=16ની સિરીઝના પરિણામોને હટાવીને પછી કરવામાં આવ્યું હતું અને 2016-17 તેમજ 2017-18ના પરિણામોના 50 ટકા પોઇન્ટ જ તેમાં સામેલ કરવામાં આવ્યા છે.
2019ના વર્લ્ડ કપ આડે હવે ઍક મહિનાથી અોછો સમય બચ્યો છે અને ઇંગ્લેન્ડ પહેલા નંબરે યથાવત તો રહ્યું છે પણ ટીમ ઇન્ડિયા તેની સાથેના પોઇન્ટના માર્જીનને ઘટાડવામાં સફળ રહી છે અને હવે તે માત્ર 2 પોઇન્ટ જ છેટુ છે. ટેસ્ટ રેન્કિંગમાં ટીમ ઇન્ડિયા અને બીજા ક્રમે બેઠેલા ન્યુઝીલેન્ડ વચ્ચે જે 8 પોઇન્ટનો ફરક હતો તે પણ હવે ઘટીને માત્ર 2 પોઇન્ટ રહી ગયો છે. અપડેટ પહેલા ટીમ ઇન્ડિયાના 116 પોઇન્ટ જ્યારે ન્યુઝીલેન્ડના 108 પોઇન્ટ હતા પણ ટીમ ઇન્ડિયાની દક્ષિણ આફ્રિકા સામેની 3-0ની જીત અને શ્રીલંકા પરના 2-1ના વિજયને 2015-16નો હિસ્સો ગણાતા તેમણે 3 પોઇન્ટ ગુમાવ્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયા સામેના ન્યુઝીલેન્ડના 2-0ના પરાજયને પણ તેમાંથી હટાવાતા તેને 3 પોઇન્ટ મળ્યા હતા.
ટેસ્ટ રેન્કિંગમાં માત્ર ઍક સ્થાને ફરક દેખાયો હતો અને તે ઍ કે ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને નીચે હડસેલીને ચોથો ક્રમ મેળવી લીધો હતો. જ્યારે સાતમા સ્થાને બેઠેલા પાકિસ્તાન અને 8માં ક્રમના વેસ્ટઇન્ડિઝ વચ્ચે પણ અંતર 11 પોઇન્ટથી ઘટીને માત્ર 2 પોઇન્ટ રહી ગયું છે. વનડે રેન્કિંગમાં ઇંગ્લેન્ડે ટોચનું સ્થાન જાળવ્યું તો છે પણ તેણે વર્લ્ડ કપમાં ટોચની ટીમ તરીકે જવા માટે આયરલેન્ડ સામેની ઍકમાત્ર વનડે જીતીને પછી પાકિસ્તાનને 3-2થી હરાવવું પડશે. જો આયરલેન્ડ સામે હારી જશે તો તેણે પાકિસ્તાનને 4-1થી હરાવવું પડશે.