કેરલના થિરુવનંથપુરમમાં ચાલી રહેલી ટી20 શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચમાં વરસાદાના વિધ્નને કારણે મેચ મોડી શરૂ થઇ હતી. જેને કારણે મેચ માત્ર 8 ઓવરની જ શક્ય બની હતી. જેમાં ન્યુઝીલેન્ડ ટીમે પહેલા ટોસ જીતી બોલીંગ પસંદ કરી હતી. તેમાં ભારતે 8 ઓવરમાં 5 વિકેટે માત્ર 67 રન જ કરી શક્યું હતું.
ભારતની શરૂઆત સારી રહી ન હતી અને શિધર ધવન 6 બોલમાં 6 રન, રોહીત શર્મા 9 બોલમાં 8 રન, વિરાટ કોહલી 6 બોલમાં 13 રન, શ્રેયસ ઐયર 6 બોલમાં 6 રન અને મનીષ પાંડે 11 બોલમાં 17 રન કર્યા હતા. તો હાર્દીક પંડ્યા 10 બોલમાં 14 રને અણનમ રહ્યો હતો. ન્યુઝીલેન્ડ તરફથી ટીમ સાઉથી અને સોઢીએ 2-2 વિકેટ ઝડપી હતી.