ટીમ ઇન્ડિયાની કેચ પકડવાની પદ્ધિત આમ તો સારી માનવામાં આવે છે પણ ફીલ્ડિંગ કોચ આર શ્રીધર આગામી વર્લ્ડ કપમાં ભારતીય ટીમના સીધા થ્રો અચૂક બને તે માટે થોડો સુધારો ઇચ્છે છે. રવિન્દ્ર જાડેજા સિવાયના ખેલાડીઓ ભલે ચુસ્ત અને સ્ફુર્તિલા હોય પણ વાત જ્યારે વિકેટ પર થ્રો કરવાની હોય ત્યારે તેઓનું નિશાન ચુકી જાય છે. શ્રીધરે હવે રાઉન્ડ ધ ક્લોક ફીલ્ડિંગ ડ્રિલ તૈયાર કરી છે, જેમાં ટીમ ઇન્ડિયાના ફીલ્ડરો મેદાનની છ અલગ અલગ પોઝિશન પરથી નોન સ્ટ્રાઇકર એન્ડ પર વિકેટ પર બોલ મારે છે.
What's happening in @coach_rsridhar's new fielding drill? Find out here ?? #TeamIndia #CWC19 pic.twitter.com/y3Ffc60PVW
— BCCI (@BCCI) May 30, 2019
શ્રીધરે નેટ પ્રેક્ટિસ પછી બીસીસીઆઇ.ટીવી સાથે આ બાબતે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે અમે આજે રસપ્રદ ફીલ્ડિંગ સેશનમાં ભાગ લીધો, આ સેશનનો મુખ્ય ઉદ્દેશ વિકેટને સીધી હીટ કરવાનો હતો. અમારું ધ્યાન એ બાબત પર હતું કે ખેલાડી મેદાનના અલગ અલગ ખુણા પરથી નોન સ્ટ્રાઇકર એન્ડ પર અચૂક નિશાન લગાવે. શરૂઆતમાં અમે એક ડ્રિલ રાઉન્ડ ધ ક્લોકથી શરૂઆત કરી, જેમાં ખેલાડીઓએ છ અલગ અલગ પોઝિશન પરથી સ્ટમ્પને 20 વાર હિટ કરવાનું હતું.