મંગળવારે વરસાદને કારણે બુધવાર પર ખસેડાેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ શું આજે શરૂ થઇ શકશે એવો સવાલ બધાને થઇ રહ્યો હશે. આજે મેચ રમાય એવી આશા રાખતા ક્રિકેટ ચાહકો માટે એ ખુશખબરી છે કે હાલમાં માન્ચેસ્ટરનું હવામાન સાફ છે અને મેચ સમયસર શરૂ થવાની સંભાવના છે.
માન્ચેસ્ટરથી મળેલા અહેવાલો કહે છે કે આકાશ ચોખ્ખુ છે અને રાત્રે પણ અહીં જરા પણ વરસાદ પડ્યો નથી. જો કે હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે મેચ દરમિયાન વરસાદ પડવાની સંભાવના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે માન્ચેસ્ટરના સ્થાનિક સમય અનુસાર બપોરે 12 વાગ્યાની આસપાસ હળવો વરસાદ પડી શકે છે. મતલબ કે ભારતમાં જ્યારે પાંચ વાગ્યાની આસપાસનો સમય હશે ત્યારે વરસાદની સંભાવના છે અને તે સમયે ભારતીય ઇનિંગ લગભગ શરૂ થઇ ગઇ હશે.