વર્લ્ડકપની પહેલી સેમી ફાઇનલમાં ન્યુઝીલેન્ડે 240 રનનો ટાર્ગેટ આપ્યા પછી ભારતીય ટીમના ટોપ ઓર્ડરના ત્રણેય બેટ્સમેન રોહિત શર્મા, કેઍલ રાહુલ અને વિરાટ કોહલી બોર્ડ પર માત્ર પાંચ રન હતાં ત્યારે પેવેલિયન ભેગા થઇ જતા ભારતીય ટીમનું સ્કોર બોર્ડ 5/3 નો સ્કોર બતાવતું હતું. ભારતીય ટીમની આટલી ખરાબ શરૂઆત પછી ક્રિકેટ ચાહકોઍ સોશિયલ મીડિયા પર ટીમ ઇન્ડિયાની મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું હતું. કેટલાકે આટલી ખરાબ બેટિંગ અંગે ટીમ ઇન્ડિયાનો શાબ્દિક ઉધડો લીધો હતો, જ્યારે ઘણાંઍ કેટલીક ફની કોમેન્ટ પોસ્ટ કરી હતી.
Now Modi ji Padding up.Will be in at the fall of next wicket. only he can save the day for India. #IndvNZ #CWC19 #CWC2019 #NZvIND #INDvNZ pic.twitter.com/HZ3YnDtUIF
— old monk (@sumanmitra4) July 10, 2019
Please God. #INDvNZ pic.twitter.com/2x7tYHKVQg
— a head full of dreams (@xxShraddhaxx) July 10, 2019
#INDvsNZ #CWC19 what’s this now? pic.twitter.com/nRBKdvuRv4
— Unbox Knowledge (@UnboxKnowledge) July 10, 2019
ઍક યુઝરે ટ્વિટર પર 5-3નો સ્કોર બતાવતું પોસ્ટર મુકીને સવાલ કર્યો હતો કે આ ક્રિકેટ મેચનો સ્કોર છે કે પછી કોઇ ફૂટબોલ મેચનો સ્કોર છે. ઍકાદે તો વળી ટીમ ઇન્ડિયાના ડ્રેસમાં નરેન્દ્ર મોદીનો પેડ બાંધતો ફોટો મુકીને લખ્યું હતું કે હવે તો મોદી જ ટીમ ઇન્ડિયાને તારી શકે તેમ છે. જ્યારે કોઇકે કોમેડિયન સુનિલ ગ્રોવરનો ફોટો મુકીને લખ્યું હતું કે શું આ મજાક છે. ઍકાદે તો વળી મહેન્દ્ર સિંહ ધોનીનો ફોટો મુકીને લખ્યું હતું કે મારી સામે શું જુઓ છો, હું તો ધીમું રમુ છું. કોઇકે ઍક જ વ્યક્તિના બે ફોટા મુકીને પહેલામાં લખ્યું હતું કે 3.00 વાગ્યે પ્રાર્થના ગીવ મી સમ સનસાઇન અને 3.50 વાગ્યે પ્રાર્થના ગીવ મી સમ રેઇન. આ પ્રમાણે મોટી સંખ્યામાં લોકોઍ મીમ્સ બનાવીને ટીમ ઇન્ડિયાના શરૂઆતના કંગાળ પ્રદર્શનની મજાક ઉડાવી હતી.