- 9 જૂન 1975 : ભારત-વિન્ડીઝ વચ્ચે આ પહેલી વન ડે મેચ હતી. ભારતીય ટીમે પહેલા દાવ લઇને ગુંડપ્પા વિશ્વનાથના 75 રનની મદદથી 190 રન બનાવ્યા, જવાબમાં વેસ્ટઇન્ડિઝે ગોર્ડન ગ્રીનીજની સદીની મદદથી 51.3 ઓવરમાં લક્ષ્યાંક કબજે કર્યો
- 9 જૂન 1983 : બીજા વર્લ્ડ કપમાં ભારતીય ટીમે યશપાલ શર્માની 89 રનની ઇનિંગની મદદથી 8 વિકેટે 262 રન બનાવ્યા. જેના જવાબમાં રવિ શાસ્ત્રી અને રોજર બિન્નીઍ 3-3 વિકેટ ઉપાડતા વિન્ડીઝ 228 રનમાં ઓલઆઉટ થતાં ભારતીય ટીમ જીતી.
- 15 જૂન 1983 : ઍ જ વર્લ્ડ કપમાં ફરી ઍકવાર ભારત-વિન્ડીઝ વચ્ચે મુકાબલો થયો જેમાં રિચર્ડસની 119 રનની ઇનિંગથી વિન્ડીઝે 9 વિકેટે 282 રન બનાવ્યા. જેની સામે ભારતીય ટીમ 216 રને ઓલઆઉટ થતાં વેસ્ટઇન્ડિઝ મેચ જીત્યું
- 25 જૂન 1983 : ઍ વર્લ્ડ કપની ફાઇનલમાં ફરી ઍકવાર બંને સામસામે આવ્યા. ભારત પહેલા બેટિંગ કરીને 183માં ઓલઆઉટ થયુ. તે પછી અમરનાથ અને મદનલાલનો ઍવો જાદુ ચાલ્યો કે વેસ્ટઇન્ડિઝ 140 રનમાં ઓલઆઉટ થયું અને ભારત વર્લ્ડ ચેમ્પિયન બન્યું.
- 10 માર્ચ 1992 : 9 વર્ષ પછી ફરી બંને ટીમ સામસામે આવી. ભારતે અઝહરના 61 રનની મદદથી 197 રન કર્યા, વરસાદને કારણે વિન્ડીઝને 46 ઓવરમાં 195નો લક્ષ્યાંક મળ્યો જે તેમણે 40.2 ઓવરમાં 5 વિકેટે અંકે કરી લીધો
- 21 ફેબ્રુઆરી 1996 : ગ્વાલિયરમાં રમાયેલી આ મેચમાં વેસ્ટઇન્ડઝની ટીમે માત્ર 173 રન કર્યા હતા. તે પછી સચિન તેંદુલકરે 70 રનની જોરદાર ઇનિંગ રમતા ભારતીય ટીમે 38.4 ઓવરમાં જ લક્ષ્યાંક કબજે કરીને મેચ જીતી લીધી હતી.
- 20 માર્ચ 2011 : વર્લ્ડ કપમાં તે પછી 15 વર્ષ બાદ ફરી બંને ટીમ સામસામે આવી. યુવરાજની 113 રનની ઇનિંગની મદદથી ભારતે 268 રન બનાવ્યા અને ઝહીરની 3 વિકેટની મદદથી વેસ્ટઇન્ડિઝને 188માં ઓલઆઉટ કરી દઇ મેચ જીતી.
- 6 માર્ચ 2015 : આ મેચમાં વેસ્ટઇન્ડિઝે પહેલા બેટિંગ કરી પણ મહંમદ શમીની જારદાર બોલિંગને કારણે તેઓ 182 રનમાં અોલઆઉટ થયા, ભારતીય ટીમે 39.1 ઓવરમાં 6 વિકેટના ભોગે લક્ષ્યાંક કબજે કરી લઇને મેચ જીતી લીધી.
