ભારતીય ટીમના ફિઝિયો થેરાપિસ્ટ પેટ્રિક ફરહાર્ટનો ટીમ સાથેનો કાર્યકાળ વર્લ્ડકપમાં સેમી ફાઇનલમાં પરાજય મળતાની સાથે જ પુરો થઇ ગયો હતો અને તેમણે સોશિયલ મીડિયા પર આ સંબંઘે મેસેજ પોસ્ટ કરીને બીસીસીઆઇ તેમજ ખેલાડીઓનો આભાર માનીને વિદાય લીધી હતી.
Whilst my last day with the team did not turn out as I wanted it to, I would like to thank @BCCI for the opportunity to work with the team for the last 4 years. My best wishes to all of the players and support staff for the future #TeamIndia
— Patrick Farhart (@patrickfarhart) July 10, 2019
ફરહાર્ટ 2015થી ભારતીય ટીમની સાથે જાડાયેલા હતા. તેમણે અને ટીમના ફિટનેસ કોચ શંકર બસુઍ બીસીસીઆઇને જણાવી દીધું હતું કે નેશનલ ટીમ સાથેનો તેમનો કોન્ટ્રાક્ટ વર્લ્ડકપ પછી પુરો થઇ જશે. કેપ્ટન કોહલી સહિતના ભારતીય ખેલાડીઓઍ પણ પેટ્રિક ફરહાર્ટનો સોશિયલ મીડિયા પર આભાર માન્યો હતો. ફરહાર્ટે પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે ટીમ સાથે મારો છેલ્લો દિવસ ઍવો ન રહ્યો જેવો ઇચ્છયો હતો. હું છેલ્લા 4 વર્ષથી ટીમ સાથે કામ કરવાની તક આપનાર બીસીસીઆઇનો આભાર માનું છુ, ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને ભવિષ્ય માટે શુભકામના.