કોલકાતા : રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં કેપ્ટન રવિચંદ્રન અશ્વિન માકંડિંગ વિવાદમાં ફસાયો છે ત્યારે આવતીકાલે કિંગ્સ ઇલેવન પંજાબ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે જ્યારે મેદાને પડશે ત્યારે આ અનિચ્છીત વિવાદને પાછïળ મુકીને તેઓ ઇડન ગાર્ડન્સ પર નવેસરથી શરૂઆત કરવાની ઇચ્છા ધરાવતા હશે. બંને ટીમે પોતાની પ્રથમ મેચ જીતી છે ત્યારે આ બંને ટીમ પોતાની વિજયી લય જાળવી રાખવાની ઇચ્છા ધરાવતી હશે. પંજાબને ક્રિસ ગેલ પાસે તો કોલકાતાને આન્દ્રે રસેલ પાસે પહેલી મેચ જેવી જ આક્રમક ઇનિંગની આશા હશે.
રાજસ્થાન સામેની મેચમાં ગેલે ધીમી શરૂઆત પછી આક્રમકતા અપનાવી હતી. તે પહેલા કેકેઆર વતી રમી ચુક્યો હોવાથી ઇડન ગાર્ડન્સથી તે માહિતગાર છે અને તે સ્પિનરો પર નિર્ભર કરતી કેકેઆરના બોલિંગ આક્રમણને ધ્વસ્ત કરે તેવી દિલ્હીની ટીમ તેની પાસે આશા રાખે છે. બીજી તરફ સનરાઇઝર્સ સામે ૧૯ બોલમાં ૪૯ રન ફટકારનારા આન્દ્રે રસેલ પાસે તેની ટીમ ફરી આવું પ્રદર્શનની આશા રાખે છે. કેકેઆરના સ્ટાર સ્પિનર સુનિલ નરીનને આંગળીમાં ઇજા થઇ છે અને કેકેઆર તે ફિટ થઇ જાય તેવી પ્રાર્થના કરે છે.
