આઈપીએલ-2019 માટે આજે જયપુરમાં ખેલાડીઓની હરાજી થરુ થઈ ગઈ છે. કુલ 346 ક્રિકેટર આ હરાજીનો ભાગ બનશે, જેમાં 226 ભારતીય છે. આ વખતે હરાજી માટે 1003 ખેલાડીઓનું રજીસ્ટ્રેશન થયું હતું. જોકે 8 ફ્રેન્ચાઇઝીઓએ તેમાંથી 346 ખેલાડીઓની જ યાદી બનાવી હતી.
ગત વર્ષે ભારતના ખેલાડીઓમાં ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ સૌથી મોંઘો વેચાયો હતો. જેને રાજસ્થાન રોયલ્સે 11.5 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો. આ વખતે તે 1.5 કરોડ રુપિયાના બેઝ પ્રાઇઝ બ્રેકેટમાં સામેલ એકમાત્ર ભારતીય છે. 1 કરોડ રુપિયાના બેઝ પ્રાઇઝમાં યુવરાજ સિંહ, રિદ્ધિમાન સાહા અને અક્ષર પટેલનો સમાવેશ થાય છે.
ચેન્નાઈએ મોહિત શર્માને 5 કરોડમાં ખરીદ્યો, તેની બેઝ પ્રાઈઝ 50 લાખ હતી.
રાજસ્થાન રોયલની ટીમે વરુણ એરોનને 2.40 કરોડમાં ખરીદ્યો
કિંગ્સ ઈલેવન પંજાબે મહોમ્મદ શમીને 4.8 કરોડમાં ખરીદ્યો
દિલ્હીએ ઈશાંત શર્માને 1.10 કરોડમાં ખરીદ્યો
મુબઈ ઈન્ડિયન્સે લસિથ મલિંગાને 2 કરોડમાં ખરીદ્યો
રાજસ્થાન રોયલે જયદેવ ઉનડકરટને 8.5 કરોડમાં ખરીદ્યો