ચૈન્નઇ : રવિવારે રાત્રે રમાયેલી ચેન્નઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ દરિમયાન ક્રિકેટરોની પત્નીઓએ પણ આકર્ષણ જમાવ્યું હતું. સીએસકે દ્વારા પોતાના ટિ્વટર હેન્ડલ પર મેચ દરમિયાન મસ્તીના મુડમાં દેખાતી સુરેશ રૈના અને હરભજન સિંહની પત્નીના ફોટાઓ અને એક વીડિયો શેર કર્યો હતો.
રવિવારે રમાયેલી આ મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સ સામે 8 રને વિજય મેળવ્યો હતો. મેચ જોવા માટે વીઆઈપી ગેલેરીમાં સુરેશ રૈનાની પત્ની પ્રિયંકા ચૌઘરી અને હરભજન સિંહની પત્ની ગીતા બસરા પણ પહોંચી હતી. સીએસકે દ્વારા શેર કરાયેલા વીડિયોમાં બંને ખેલાડીની પત્ની મેચનો આનંદ માણતી નજરે પડે છે. મેચ દરમિયાન કેમેરો સતત પ્રિયંકા ચૌધરી અને ગીતા બસરા તરફ ફરતો રહ્યો હતો અને સાક્ષી ધોની કરતાં આ બંને વધુ લાઇમ લાઇટમાં રહી હતી.