વિશાખાપટ્ટનમ : દિલ્હી કેપિટલ્સ પોતાના યુવા ખેલાડીઅોના જારે આઇપીઍલના પ્લેઓફમાં પહોંચવામાં સફળ તો રહ્યા છે પરંતુ આજની ઍલિમેનિટરમાં તેમને સનરાઇઝર્સ હેદરાબાદનો મજબુત પડકાર મળશે. 14માંથી 9 મેચ જીતીને પ્લેઓફમાં પહોંચેલી દિલ્હી નેટ રનરેટને લીધે ત્રીજા ક્રમે રહી હતી તેથી તેને ક્વોલિફાયરના બદલે ઍલિમેનિટર રમવા માટે મજબુર થવું પડ્યું હતું. ઍલિમેનિટરમાં જીતીને દિલ્હીની યુવા ટીમ પોતાને સાબિત કરવા માગશે. છેલ્લી 6 આઇપીઍલ સિઝનથી પોઇન્ટ ટેબલમાં હંમેશા નીચે રહેતી દિલ્હીની ટીમે આ વખતે શાનદાર પ્રદર્શન કરીને પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે. સનરાઇઝર્સ સામેની આ ઍલિમેનિટર મેચમાં પણ દિલ્હી હોટ ફેવરિટ તરીકે મેદાનમાં ઉતરશે.
2018ની રનર્સ-અપ સનરાઇઝર્સ હૈદરાબાદને મેચ જીતી બીજી ક્વોલિફાયરર્સમાં પહોંચવાની આશા
દિલ્હીની ટીમ ડેરડેવિલ્સ હતી ત્યારે પણ ક્યારેય ફાઇનલમાં સ્થાન જમાવી શકી નથી. યુવા કેપ્ટન શ્રેયસ ઍય્યરની કેપ્ટનશીપમાં ટીમે આ વખતે સારું પ્રદર્શન કર્યુ છે. ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું સારું મિશ્રણ ટીમના ફાયદામાં છે. ઍકંદરે જોવા જઇઍ તો ડેવિડ વોર્નરના ગયા પછી દિલ્હીની ટીમ સનરાઇઝર્સ પર વધારે હાવી રહેશે તે નક્કી છે. સનરાઇઝર્સ હૈદરાબાદે સારી શરૂઆત કરીને પાછળની મેચો ગુમાવી હતી અને તેથી હવે ઍલિમેનિટર રમવા માટે મજબુર થઇ છે. આ મેચમાં જીત મેળવીને તે બીજી ક્વોલિફાયરમાં પહોંચવા માટે કોશીશ કરશે. ડેવિડ વોર્નર અને બેયરસ્ટોઍ ટીમનો સાથે છોડ્યા બાદ સનરાઇઝર્સની ટીમ નબળી દેખાઇ રહી છે. કેપ્ટન કેન વિલિયમ્સને ફોર્મ બતાવ્યું છે અને તેના સહારે જ ટીમ ફાઇનલ સુધી જવાના સપના જોઇ રહી છે.