ક્રિકેટનો સટ્ટો:અમદાવાદ કારમાં બેસીને IPL મેચ નો સટ્ટો રામાડનારની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ
આરોપીના મોબાઈલમાંથી મળી આવી છે સિલ્વર બેટ 777 નામની વેબસાઈટ
IPL મેચની સિઝન સમયે ઓનલાઇન સટ્ટા રેકેટ ચાલતું જ હોય છે. તે દરમિયાન અમદાવાદ શહેરની ક્રાઈમ બ્રાન્ચે સટ્ટા રેકેટનો પર્દાફાશ કર્યો. લક્ઝુરિયસ કારમાં મોબાઈલ પર સટ્ટો રમાડતા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે એરપોર્ટ સર્કલ પાસેથી ધરપકડ કરી છે.

આરોપીના મોબાઈલમાંથી સિલ્વર બેટ 777 નામની વેબસાઈટ મળી આવી છે. જેના પર આરોપી સટ્ટો રમાડતો હતો. તેની પાસે મોબાઇલના PDFમાં 66 અલગ અલગ માસ્ટર અને સુપર માસ્ટર આઈડી મળી આવી છે. જેમાં થી 11 આઈડી ચાલુ હતી.પોલીસે તેની કાર અને મોબાઈલ કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ શહેરની ક્રાઈમબ્રાંચ ટીમને ખબર મળી હતી કે લક્ઝુરિયસ કારમાં એક વ્યક્તિ મોબાઈલમાં ઓનલાઇન સટ્ટો રમાડે છે અને આ કારનું પસાર એરપોર્ટ સર્કલ પાસેથી થવાનો છે જેના આધારે પોલીસે તેના પર વોચ ગોઠવી હતી.અને જેવી એન્ડોવર કાર આવતા તેને રોકી હતી. કાર ચલાવનાર અર્જુન અલગોતર (ઉ.વ.30 રહે.ગામ ભુરખી, ધોળકા)ની ધરપકડ કરી. અને તેની પાસે રહેલા મોબાઈલની તપાસ કરી જેમાંથી સિલ્વર બેટ 777 નામની વેબસાઈટ મળી આવી હતી જેના પર આરોપી એડમિન આઈડીથી સટ્ટો રમાડતો હતો.
એડમીન આઈડી તેના બે ભાગીદાર રુષાગ પટેલ અને પાર્થ પટેલે લીધા છે તે જણાવ્યું હતું. કે એના બંને ભાગીદાર તેમાં 40-40 અને તે પોતે 20 ટકાનો ભાગીદાર છે. તેની પાસે મોબાઇલના PDFમાં 66 અલગ અલગ માસ્ટર અને સુપર માસ્ટર આઈડી પણ મળી આવી હતી જેમાં 11 આઈડી એક્ટિવ હતા. પોલીસે કાર અને મોબાઈલ કબ્જે કરીને વધુ તપાસ શરૂ કરી છે.