લોર્ડ્સના મેદાન પર પહેલા દાવમાં ઇંગ્લેન્ડને 85 રને ઓલઆઉટ કરીને પછી પહેલા દાવમાં 207 રન બનાવનારી આયરલેન્ડની ટીમ બીજા દાવમાં માત્ર 38 રનમાં ઓલઆઉટ થઇને ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસનો પાંચમો સૌથી નીચો સ્કોર બનાવ્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછા સ્કોર પર આઉટ થવાનો રેકોર્ડ ન્યુઝીલેન્ડના નામે છે. 1955માં ઇંગ્લેન્ડ સામે ન્યુઝીલેન્ડની ટીમ માત્ર 26 રનમાં ઓલઆઉટ થઇ હતી. રસપ્રદ વાત ઍ છે કે 5 સૌથી ઓછા સ્કોરમાં કુલ 7 ઇનિંગનો સમાવેશ થાય છે અને તેમાંથી 6માં બોલિંગ કરનારી ટીમ ઇંગ્લેન્ડ છે. જો કે તેમાં મોટાભાગની મેચ ક્રિકેટ ઇતિહાસના શરૂઆતના તબક્કાની કહી શકાય તેવી છે.
રેકોર્ડ બુકમાં ટેસ્ટ ક્રિકેટના સૌથી ઓછા સ્કોર
ટીમ વિરોધી ટીમ મેદાન સ્કોર વર્ષ
ન્યુઝીલેન્ડ ઇંગ્લેન્ડ ઓકલેન્ડ 26 1955
દક્ષિણ આફ્રિકા ઇંગ્લેન્ડ પોર્ટ ઍલિઝાબેથ 30 1896
દક્ષિણ આફ્રિકા ઇંગ્લેન્ડ બર્મિંઘમ 30 1924
દક્ષિણ આફ્રિકા ઇંગ્લેન્ડ કેપટાઉન 35 1899
દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા મેલબોર્ન 36 1932
ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ બર્મિંઘમ 36 1902
આયરલેન્ડ ઇંગ્લેન્ડ લોર્ડ્સ 38 2019