અહીં રમાયેલી વોર્મ અપ મેચમાં ઇંગ્લેન્ડે અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવ્યું હતું. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમ 38.4 ઓવરમાં જ 160 રને ઓલઆઉટ થઇ હતી, તે પછી ઇંગ્લેન્ડે જેસન રોયની ધમાકેદાર ઇનિંગથી માત્ર 17.3ઓવરમાં જ લક્ષ્યાંક 1 વિકેટના ભોગે કબજે કરી લઇ મેચ જીતી લીધી હતી.
અફધાનિસ્તાનના દાવની શરૂઆત ખરાબ રહી હતી અને બોર્ડ પર 25 રન હતા ત્યારે જ તેમણે હઝરતુલ્લાહ ઝઝેઇ અમને રહમત શાહની વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી નુર અલી ઝરદાને 30 જ્યારે હસમતુલ્લાહ શાહિદીઍ 19 રન કરીને ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. મહમદ નબીઍ 42 બોલમાં 3 છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી 44 રન બનાવ્યા હતા. જેના કારણે ટીમ 160 રન સુધી પહોંચી શકી હતી.
લક્ષ્યાંકનો પીછો કરતાં ઇંગ્લેન્ડ વતી જેસન રોય અને જોની બેયરસ્ટોઍ 77 રનની ભાગીદારી કરી હતી, બેયરસ્ટો 39 રન કરીને આઉટ થયો તે પછી રોયે જો રૂટ સાથે મળીને ટીમને જીતાડી હતી. રોય 46 બોલમાં 89 રન કરીને જ્યારે રૂટ 29 રન કરીને નોટઆઉટ રહ્યા હતા.