ઇંગ્લેન્ડની ટીમને રવિવારે ભારતીય ટીમ સામે જોની બેયરસ્ટો અને જેસન રોયની જોડીઍ જોરદાર શરૂઆત અપાવી તેની સાથે જ તેમના નામે ઇંગ્લેન્ડ વતી કેટલીક ભાગીદારીના રેકોર્ડ નોંધાવ્યા હતા. આ જોડીઍ વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ વતી બીજી સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ બનાવ્યો હતો અને તેની સાથે જ વનડેમાં સૌથી વધુ વાર 150 પ્લસની ભાગીદારી કરનારી ઇંગ્લેન્ડની પહેલી જોડી બની હતી. આ ઉપરાંત વનડે વર્લ્ડ કપમાં બે શતકીય ભાગીદારી કરનારી ઇંગ્લેન્ડની પહેલી જોડી પણ બની હતી.
બંનેઍ મળીને 160 રનની ભાગીદારી કરી હતી જે ઇંગ્લેન્ડ માટે વર્લ્ડ કપમાં બીજી સૌથી મોટી ભાગીદારી રહી હતી. સાથે જ તેઓ બે શતકીય ભાગીદારી કરનારી ઇંગ્લેન્ડની પહેલી જોડી બની હતી. બંનેઍ મળીને 160 રનની ભાગીદારી કરી તેની સાથે વનડેમાં ઇંગ્લેન્ડ વતી પાંચમીવાર 150 પ્લસ રનની ભાગીદારી કરીને તેઓ સૌથી વધુવાર 150 પ્લસ રનની ભાગીદારી કરનારી ઓપનીંગ જોડી બની હતી.