વર્લ્ડ કપ 2019માં બુધવારે ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ઇંગ્લેન્ડના બેટ્સમેન જો રૂટે ૨૫ બોલમાં 24 રનની ઇનિંગ રમી તેની સાથે જ હાલના વર્લ્ડ કપમાં તેણે 500 રન પુરા કરી લીધા હતા. આ મુકામે પહોંચ્યો તેની સાથે જ રૂટ વર્લ્ડ કપમાં 500 રન સુધી પહોંચનારો પ્રથમ ઇંગ્લીશ ક્રિકેટર બન્યો હતો. હાલના વર્લ્ડ કપમાં 500 રન પુરા કરનારો તે પાંચમો બેટ્સમેન બન્યો છે. તેના પહેલા રોહિત શર્મા, શાકિબ અલ હસન, ડેવિડ વોર્નર અને ઍરોન ફિન્ચ 500 રન પુરા કરી ચુક્યા છે. રોહિત શર્મા હાલમાં ટોચના સ્થાને છે. વર્લ્ડ કપમાં ઇંગ્લીશ બેટ્સમેન દ્વારા કરાયેલા સર્વાધિક રનનો આંકડો 471 રન હતો, જે ગ્રેહામ ગૂચે બનાવ્યો હતો.
ઍક વર્લ્ડ કપમાં 5 બેટ્સમેનના 500 રન થયા હોય તેવો પહેલો કિસ્સો
હાલના વર્લ્ડ કપમાં ઍક બે નહીં પણ કુલ 5 બેટ્સમેન 500 રનના આંકડે પહોંચી ચુક્યા છે. વર્લ્ડ કપના ઇતિહાસમાં ઍવું પહેલીવાર બન્યું છે કે પાંચ બેટ્સમેનો 500 કે તેનાથી વધુ રન બનાવી ચુક્યા હોય. આ પહેલા 2007માં 3 અને 2015માં 2 બેટ્સમેન આ આંકડે પહોંચ્યા હતા. જ્યારે 1996, 2003 અને 2011માં માત્ર 1-1 બેટ્સમેન આ આંકડે પહોંચી શક્યા હતા.
વર્લ્ડ કપ 2019માં 500 કે તેથી વધુ રન કરનારા બેટ્સમેનો
ખેલાડી દેશ કુલ રન
રોહિત શર્મા ભારત 544
શાકિબ હસન બાંગ્લાદેશ 542
ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયા 516
ઍરોન ફિન્ચ ઓસ્ટ્રેલિયા 504
જા રૂટ ઇંગ્લેન્ડ 500