અમદાવાદ : WWE માં લોકોમાં સૌથી વધુ લોકપ્રિય રેસલર જ્હોન સીનાને તમે હંમેશા લડાઇ કરતા જોયો હશે. જ્હોન સીનાની પર્સનાલીટીના પણ ઘણા લોકો ફેન છે. જ્હોન સીના WWE માં ફાઇટની સાથે હોલીવુડની ફિલ્મોમાં પણ અભિયાન કરે છે. ત્યારે આશ્ર્ચર્યની વાત એ છે કે જ્હોન સીના હવે ક્રિકેટના મેદાન પર જોવા મળ્યો હતો.
વાત એમ છે કે WWE ના સ્ટાર રેસલર જ્હોન સીના પોતાની આગામી ફિલ્મ “Ferdinand” માં કામ કરી રહ્યો છે. તેના પ્રમોશન માટે તે દુનિયાભરમાં ભરી રહ્યો છે. આ ફિલ્મના પ્રમોશન માટે તે ઓસ્ટ્રેલિયા પહોચ્યો હતો. જ્યા 16 વખત WWE ના ચેમ્પિયન રહી ચુકેલા જ્હોન સીનાએ ઓસ્ટ્રેલિયા ક્રિકેટના સ્ટાર શેન વોટસન સાથે ક્રિકેટની રમતની ટીપ્સ આપી હતી. આમ તો જ્હોન સીનાને ક્રિકેટનું કોઇ પણ જ્ઞાન નથી પરંતુ શેન વોટસન પાસેથી ક્રિકેટની જાણકારી લઇને ક્રિકેટ પર થોડો સમય તેના પર હાથ અજમાવ્યો હતો. જ્હોન સીનાનો ક્રિકેટ રમતો ફોટો લોકોને ઘણો પસંદ આવ્યો હતો અને સોશીયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો.