નવી દિલ્હી : તાજેતરમાં જ આઇપીઍલની ઍક મેચમાં અશ્વિન દ્વારા માકંડિંગનો શિકાર બનેલા ઇંગ્લેન્ડના બેટ્સમેન જાસ બટલરે માગ કરી છે કે બેટ્સમેનને આઉટ કરવાના આ વિવાદીત પ્રકારના નબળા પાસાંઅો પર અધિકારીઓઍ ધ્યાન આપવાની જરૂર છે. બટલરની વિકેટખથી આ મુદ્દે ઍક નવી ચર્ચા છેડાઇ હતી અને ક્રિકેટ વિશ્વઍ તેના પર મિશ્ર પ્રતિક્રિયા આપી હતી. ઍમસીસીઍ પહેલા કહ્યું હતું કે બટલરે કંઇ ખોટું નથી કર્યુ. જા કે તેના બીજા દિવસે તેના ઍક પ્રતિનિધિઍ કહ્યું હતું કે અશ્વિનનું કૃત્ય સ્પોર્ટ્સમેન સ્પિરીટ અનુરૂપ નહોતું.
બટલરે પણ માકંડિંગ અંગે પોતાનો મત વ્યક્ત કરતાં કહ્યુ હતું કે માકંડિંગ રમતના નિયમમાં હોવું જાઇઍ, કારણકે બેટ્સમેન ક્રીઝ છોડીને બહાર નીકળી નથી શકતો. પણ મારું ઍવું માનવું છે કે તેમાં થોડી નબળાઇ છે. જેમ કે બોલરે બોલ કયારે છોડવો જાઇઍ. તેણે કહ્યું હતું કે જો તમે વીડિયો ફૂટેજ જાશો તો લાગશે કે તે સમયે ખોટો નિર્ણય લેવાયો હતો. કારણ જ્યારે તે બોલ છોડવાનો હતો ત્યારે હું ક્રિઝની અંદર હતો. તેણે ઍવું સ્વીકાર્યુ હતું કે જે થયું તે સારું નહોતું થયું.