ચેન્નઇ : મંગળવારે ચેન્નઇ સુપર કિંગ્સ સામેની મેચ શરૂ થવા પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદને મોટો ફટકો લાગ્યો છે. તેમનો નિયમિત કેપ્ટન કેન વિલિયમ્સન પોતાની દાદીનું નિધન થવાને કારણે ન્યુઝીલેન્ડ પરત ફર્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદ આ સિઝનમાં અત્યાર સુધી 9 મેચમાંથી પાંચમાં વિજય મેળવીને પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે.અહેવાલો અનુસાર કેન વિલિયમ્સન 27મી એપ્રિલે રાજસ્થાન સામે રમાનારી મેચમાં પાછો ફરી શકે છે.
આમ પણ ઇજાને કારણે વિલિયમ્સન 12મી સિઝનની હૈદરાબાદની કેટલીક મેચમાં રમી શક્યો નહોતો.પહેલી મચ તે રમ્યો નહોતો અને તે પછી કોલકાતા સામેની મેચમાં તે રમ્યો હતો, જો કે તે પછી સતત ચાર મેચમાં તેણે બહાર બેસવું પડ્યું હતું. તે પછી 14 એપ્રિલે વિલિયમ્સન દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં તે પાછો ફર્યો અને તે પછી અત્યાર સુધી વધુ બે મેચ તે રમ્યો છે. વિલિયમ્સનના સ્થાને મહંમદ નબી અથવા શકિબ અલ હસનને મંગળવારની મેચમાં તક મળી શકે છે.