દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં ઍક ક્રિકેટ મેચ દરમિયાન ગળાના ભાગે બોલ વાગવાથી ૧૧ જુલાઇઍ ઍક યુવા ક્રિકેટરનું મોત થયું હતું. પોલીસે જણાવ્યું હતું કે સરકાર દ્વારા આયોજિત અંડર-19 ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન આ ઘટના બની હતી.
ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાનો રહીશ 11 વર્ષિય જહાંગીર અહમદ વાર જ્યારે બેટિંગ કરી રહ્યો હતો તેણે હેલમેટ સહિતના સુરક્ષા સાધનો પહેર્યા હતા, ત્યારે ઍક શોર્ટ પીચ બોલને પુલ કરવાના પ્રયાસમાં તે બોલ ચુક્યો હતો અને તે બોલ સીધો તેને ગળાના ભાગે વાગતા તે મેદાનમાં પડી ગયો હતો અને તેને હોસ્પિટલ લઇ જવાતા ત્યાં તેને મૃત જાહેર કરાયો હતો. રાજ્યપાલ સત્યપાલ મલિકે તેના મોત અંગે દુખ વ્યક્ત કરીને તેના પરિવારને પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.