ચેન્નઇ : ઇજા કેદાર જાદવનો પીછો છોડવા માગતી હોય તેવું લાગતું નથી. ગત આખુ વર્ષ સ્નાયુની ઇજાને કારણે આઇપીએલની આખી સિઝન અને ભારતીય ટીમમાંથી અંદર બહાર થતાં રહેલા કેદાર જાદવને ફરી એકવાર ઇજા થતાં હવે જ્યારે આઇપીએલ તેના અંતિમ તબક્કામાં છે ત્યારે તે આઉટ થયો છે. કેદાર જાદવને કિંગસ ઇલેવન સામે રવિવવારે રમાયેલી મેચમાં ફિલ્ડીંગ દરમિયાન ખભામાં ઇજા થઇ હતી. તેની આ ઇજા એટલા માટે પણ ચિંતાનો વિષય છે કે કેદાર જાદવ ભારતની વર્લ્ડ કપ ટીમનો મહત્વનો ભાગ છે.
જાદવ ઇજાને કારણે આઇપીએલમાંથી તો આઉટ થઇ ગયો છે, પણ આ બાબતે માહિતગાર સૂત્રનું કહેવું છે કે જાદવની ઇજા એટલી ગંભીર નથી અને તે બે અઠવાડિયામાં સાજો થઇ જશે. વર્લ્ડ કપની શરૂઆત 30મી મેથી થશે અને ભારતીય ટીમે પોતાની પ્રથમ મેચ 5મી જૂને રમવાની છે. તેથી એ મામલે ચિંતિત થવાની જરૂર નથી. જો કે જાદવ આઇપીએલમાં હવે હાલની સિઝનમાં ચેન્નઇ વતી રમી શકશે નહીં.
ચેન્નઇ સુપર કિંગ્સના એક વ્યકિતએ કહ્યુ હતુ કે આ માત્ર નજીવી ઇજા છે અને તેથી સાવધાની રાખવી એ યોગ્ય ગણાશે. ખભો ઉતરી જવાને બદલે તેને થયેલી ઇજા ગ્રાન્ડ વનની ટ્રોમાં ઇજા છે. જો કે તમે હળવી મચકોડને પણ અવગણી શકતા નથી. તેણે એવુ કહ્યું હતું કે જાદવ પ્લેઓફમાં નહી રમે કારણકે તેણે વલ્ડ કપ માટે ટીમ જાય તે પહેલા ફીટ થવું જરૂરી છે.