બેંગ્લોર : સતત બે મેચ જીતવાને કારણે આત્મવિશ્વાસથી છલકાતી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ આવતીકાલે જ્યારે પોતાના હોમ ગ્રાઉન્ડ પર કિંગ્સ ઇલેવન પંજાબ સામે મેદાનમાં ઉતરશે ત્યારે તેમનો ઇરાદો વિજયની હેટ્રિક કરવાનો રહેશે. આરસીબીઍ આગલી મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સને માત્ર 1 રને હરાવ્યું છે અને તેઓ પોતાની આ જીતની રિધમ જાળવી રાખવા માગશે. ગત મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીની આક્રમક બેટિંગ છતાં આરસીબી છેલ્લા બોલે આ મેચ જીત્યું હતું. જેના કારણે તેમનો આત્મવિશ્વાસ વધ્યો હશે.
આરસીબી માટે તેમની બોલિંગ ડેલ સ્ટેનના આવવા છતાં હજુ પણ કમજાર કડી
ઍબી ડિવિલિયર્સ અને કોહલી કિંગ્સ ઇલેવન પંજાબ સામે મોટી ઇનિંગ રમીને ઍક મોટો સ્કોર કરવાનો ઇરાદો ધરાવતા હશે. પંજાબ સામેની આ પહેલાની મેચમાં મોહાલી ખાતે કોહલીઍ 67 જ્યારે ડિવિલિયર્સે નોટઆઉટ 59 રન કર્યા હતા. આરસીબીઍ ઍ મેચમાં 8 વિકેટે વિજય મેળવ્યો હતો. જા કે આરસીબી માટે ચિંતાનો વિષય તેમની બોલિંગ છે. ડેલ સ્ટેન આવવા છતાં હજુ પણ તેમની બોલિંગ તેમના માટે કમજોર કડી છે. કોહલી ઍન્ડ કંપની આ સિઝનમાં પંજાબ સામે બીજા વિજય મેળવવા ઇચ્છે તો છે પણ તેના માટે તેમણે પોતાની બોલિંગને અસરકારક બનાવવાની જરૂર છે.