મુંબઇ : કેએલ રાહુલે બુધવારે મુંબઇ ઇન્ડિયન્સ સામેની મેચમાં પોતાની આઇપીએલ કેરિયરની પહેલી સદી ફટકારી હતી. રાહુલે 64 બોલમાં 100 રનની ઇનિંગ રમી હતી, રાહુલે અંતિમ ઓવરોમાં આક્રમકતા અપનાવીને જોરદાર ફટકાબાજી કરી હતી અને અંતિમ ઓવરમાં જ તેણે પોતાની સદી પુરી કરી હતી. આ દરમિયાન તેણે પોતાના મિત્ર અને મુંબઇ ઇન્ડિયન્સના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ઓવરમાં ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. હાર્દિકે ફેંકેલી એ 19મી ઓવરમાં કુલ 25 રન આવ્યા હતા.
કિંગ્સ ઇલેવનની ઇનિંગ પુરી થઇ તે પછી હાર્દિક પંડ્યા અને રાહુલ બંને ભેટ્યા હતા. ઇન્ડિયન પ્રીમિયર લીગના સત્તાવાર ટિ્વટર હેન્ડલ પર તેનો એક વીડિયો મુકીને કેપ્શન લખાઇ છે કે ‘સ્પિરીટ ઓફ ક્રિકેટ, હાલની આઇપીએલમાં સદી ફટકારનારો રાહુલ ચોથો બેટ્સમેન છે, આ પહેલા જોની બેયરસ્ટો, ડેવિડ વોર્નર અને સંજુ સેમસન સદી ફટકારી ચુક્યા છે.