મુંબઇ : પ્લેઅોફમાં ક્વોલિફાઇ થયેલી ચાર ટીમોમાં મુંબઇ ઇન્ડિયન્સ પહેલા ક્રમે, જ્યારે ચેન્નઇ સુપર કિંગ્સ બીજા ક્રમે રહી હતી. ત્રીજા ક્રમે દિલ્હી કેપિટલ્સ અને ચોથા ક્રમે સારી રનરેટના કારણે સનરાઇઝર્સ હૈદરાબાદ ક્વોલિફાઇ થઇ હતી. હવે પ્લેઅોફની મેચોમાં મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે 7મી મેના રોજ પહેલી ક્વોલિફાયર રમાશે, આ બંનેમાંથી જે જીતશે તે ફાઇનલમાં જ્યારે હારનારી ટીમ 10મી મેના રોજ બીજી ક્વોલિફાયરમાં 8મી મેની વિજેતા ટીમ સામે રમશે. આ પહેલા દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે 8મી મેના રોજ ઍલિમિનેટર મેચ રમાશે.

પ્લેઓફની મેચ રમનારી ચાર ટીમ
મુંબઇ ઇન્ડિયન્સ વિ. ચેન્નઇ સુપર કિંગ્સ 7મી મે પહેલી ક્વોલિફાયર
દિલ્હી કેપિટલ્સ વિ . સનરાઇઝર્સ હૈદરાબાદ 8મી મે એલિમિનેટર મેચ
૮મીની વિજેતા ટીમ વિ. ૭મીની હારેલી ટીમ ૧૦મી મે બીજી કવોલિફાયર
૭મીની વિજેતા ટીમ વિ. ૧૦મીની વિજેતા ટીમ ૧૨મી મે ફાઇનલ