કોલકાતા : ભારતીય ટીમના ચાઇનામેન કુલદીપ યાદવનું માનવું છે કે આન્દ્રે રસેલની કમજોરી તેણે શોધી કાઢી છે અને તેની સામે વર્લ્ડકપમાં તેની અજમાયશ કરશે. ઍ ઉલ્લેખનીય છે કે રસેલે હાલની આઇપીઍલ સિઝનમાં ૧૨૧ બોલ રમીને તેના પર ૨૫૭ રન બનાવ્યા છે અને તેની સ્ટ્રાઇક રેટ ૨૧૨. ૩૯ની છે.
કેકેઆરની ટીમના તેના સાથી કુલદીપે કહ્યું હતું કે રસેલને ટર્ન લેતા બોલ રમવામાં સમસ્યા થાય છે, જા બોલ ટર્ન થાય તો તે તેની નબળાઇ બની જાય છે અને હવે હું વર્લ્ડ કપ દરમિયાન તેની આ નબળાઇનો ફાયદો ઉઠાવીશ. સાથે જ કુલદીપે કહ્યું હતું કે વર્લ્ડ કપમાં મે તેના માટે અલગ અલગ પ્રકારની યોજના તૈયાર કરી છે. હું જાણું છું કે તેને કેવી રીતે અંકુશમાં લેવો અને ઍ બાબતે મારા વિચાર ઍકદમ સ્પષ્ટ છે. કુલદીપે સ્વીકાર્યુ હતું કે તે રસેલને નેટ્સ પર કદી બોલિંગ નથી કરતો.
તેણે કહ્યું હતું કે હું મારા પ્રદર્શનથી ખુશ છું અને હવે હું ઍક પરિપક્વ ક્રિકેટર બની ચુક્યો છું. તેણે ઉમેર્યુ હતું કે હું વિકેટ નથી લેતો તેનો ઍ અર્થ નથી કે હું લારી બોલિંગ નથી કરતો. મારી ઇકોનોમી રેટ સારી છે અને હવે હું ટીમ માટે વધુ વિચારું છું.
કોહલીની ભૂખ અલગ ભારત વતી રમતી વખતે હોય છે : કુલદીપ યાદવ
કોલકાતા : ભારતીય ટીમના સ્પિનર કુલદીપ યાદવે ઍવું માનવાનું આજે નકારી કાઢ્યુ હતું કે આઇપીઍલમાં સતત મળતા પરાજયોથી વર્લ્ડકપમાં વિરાટ કોહલીના ફોર્મ પર અસર પડશે. તેણે કહ્યું હતું કે વિરાટ જ્યારે ભારત વતી રમવા ઉતરે છે ત્યારે તેની ભૂખ અલગ પ્રકારની હોય છે. કુલદીપે કહ્યું હતું કે વિરાટ વિશ્વના સર્વશ્રેષ્ઠમાંથી ઍક છે. તે ઘણાં રેકોર્ડ તોડી ચુક્યો છે. મને નથી લાગતું કે તેના પર આનાથી કોઇ અસર પડશે. કુલદીપે કહ્યું હતું કે જ્યારે કોહલી ભારત વતી રમવા ઉતરે છે ત્યારે તેની અંદર અલગ પ્રકારની ભૂખ હોય છે. તેના મતે ટીમ સંયોજનની ઘટના કારણે આરસીબી મેચ જીતી શકતી નથી.