નવી દિલ્હી : હિતોના ટકરાવ સંબંધી આરોપ મામલે ટીમ ઇન્ડિયાના માજી દિગ્ગજ બેટ્સમેન વીવીઍસ લક્ષ્મણે ક્રિકેટ સલાહકાર સમિતિ (સીઍસી) બાબતે વિનોદ રાયની આગેવાની હેઠળની વહીવટદારોની કમિટી (સીઓઍ)ના વલણની ટીકા કરતાં કહ્યું છે કે તેમની વચ્ચે સંવાદની ઓછપ છે. લક્ષ્મણે કહ્યું છે કે સીઅોઍ દ્વારા સીઍસીની વ્યાપક ભૂમિકાનું પહેલા વચન અપાયું હતું પણ તેનો ઉપયોગ તેઓ માત્ર સીનિયર નેશનલ ટીમના કોચની પસંદગી પુરતો જ કરે છે.
મેદાન પર હંમેશા શાંત રહેલા લક્ષ્મણે બીસીસીઆઇના લોકપાલ અને ઍથિક્સ ઓફિસરને હિતોના ટકરાવ મુદ્દે આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે જો વાત ટકરાવની હોય તો હું વિરોધ કરવા તૈયાર છું, લક્ષ્મણે પોતાના વકીલ દ્વારા દાખલ કરેલી ઍફિડેવિટમાં જણાવ્યું છે કે અમે 7 ડિસેમ્બર 2018૮ના દિવસે સીઅોઍને અમારી ભૂમિકા અને જવાબદારીનો ઘેરો સ્પષ્ટ કરવા માટે કહ્યું હતું પણ અમને આજ સુધી તેનો કોઇ જવાબ મળ્યો નથી. અમને 2015માં ઍક લેટર મળ્યો હતો પણ તેમાં કાર્યકાળ અંગે કોઇ ઉલ્લેખ નથી. ઍ સ્થિતિમાં ઍવી અપેક્ષા કરવી યોગ્ય છે કે સીઅોઍ પાસેથી કોઇ જવાબ ન મળતા સીઍસી અસ્તિત્વમાં છે કે નહીં. તેણે વધુમાં કહ્યું હતું કે અમને ઍવી માહિતી મળી હતી કે અમે ભારતીય ક્રિકેટના સતત વિકાસમાં ફાળો આપીશું તેથી મેં સીઍસીના સભ્ય બનવાની હામી ભરી હતી.