દક્ષિણ આફ્રિકા માટે હાલના વર્લ્ડ કપમાં ઇજાગ્રસ્ત ખેલાડીઓની યાદી લાંબી થઇ રહી છે. ઍક તરફ ડેલ સ્ટેન હજુ ફિટ થયો નથી ત્યાં હાશિમ અમલાને ઇંગ્લેન્ડ સામેની મેચમાં ઇજા થઇ અને તે આજે બાંગ્લાદેશ સામે રમવા ન ઉતર્યો ત્યારે હવે ઍક બીજા ખરાબ સમાચાર આવ્યા છે અને તે ઍ કે આજની મેચ દરમિયાન તેમનો ઝડપી બોલર લુંગી ઍન્ગીડી સ્નાયુ ખેંચાઇ જવાના કારણે મેદાનમાંથી બહાર ચાલ્યો ગયો હતો. ઍન્ગીડી 4 ઓવરથી વધુ બોલિંગ કરી શક્યો નહોતો અને તે મેદાનની બહાર ચાલ્યો ગયો હતો. તેના ડાબા પગના સ્નાયુ ખેંચાઇ ગયા છે અને સ્પોર્ટ્સની ભાષામાં તેને હેમસ્ટ્રીંગ ઇજા કહેવામાં આવે છે.
