ઓસ્ટ્રેલિયાના માજી બેટ્સમેન માર્ક વોઍ ઇંગ્લેન્ડમાં 30મીથી શરૂ થઇ રહેલા વર્લ્ડ કપ માટે પોતાના ટોચના 3 બેટ્સમેનો તરીકે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી, ઇંગ્લેન્ડના વિકેટકીપર જાસ બટલર અને પોતાના દેશના ડેવિડ વોર્નરની પસંદગી કરી છે. તેણે કહ્યું હતું કે નિશ્ચિતપણે તેમાં કોહલી નંબર વન છે. ઇંગ્લેન્ડના તોફાની બેટ્સમેન બટલરને બીજા નંબરે જ્યારે વોર્નરને ત્રીજા ક્રમે મુક્યો હતો. બટલરે વિતેલા વર્ષોમાં તમામ ફોર્મેટમાં શ્રેષ્ઠતમ ફોર્મ બતાવ્યું છે. આ મહિનાની શરૂઆતમાં તેણે સાઉધેમ્પ્ટન ખાતે પાકિસ્તાન સામે 50 બોલમાં સદી ફટકારી હતી અને ઍ પહેલા ફેબ્રુઆરીમાં તેણે 77 બોલમાં 150 રનની ઇનિંગ રમી હતી. તેણે ત્રીજા ક્રમે વોર્નરને મુકતા કહ્યું હતું કે ઍરોન ફિન્ચ પણ જારદાર છે પણ હું વોર્નરને તેમાં લઇશ.
