ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બેટ્સમેન માઇકલ હસીને લાગે છે કે મહેન્દ્ર સિંહ ધોનીની બહુ વધારે નબળાઈ નથી અને જો તેમ હોય તો પણ તે આ વાત કોઇની સાથે શેર કરશે નહીં. ભારત અને ઑસ્ટ્રેલિયાની ટીમે રવિવારે વર્લ્ડ કપ મેચબેલમાં ઍકબીજાની સામસામે થશે.
જ્યારે હસીને પૂછ્યું કે શું તે ઓસ્ટ્રેલિયન ટીમ સાથે ધોનીનની નબળાઇ વિશે કંઈક શેર કરશે. તેના પર ભૂતપૂર્વ હસીઍ કહ્યું હતું કે શક્યતા નથી અને ઍમ પણ ધોનીની વધુ નબળાઈ નથી જે શેર કરી શકાય. તેણે જણાવ્યું હતું કે આજના તબક્કામાં બધી ટીમ બધા ખેલાડીઓ પર ખૂબ જ કાળજીપૂર્વક વિશ્લેષણ કરે છે, તેથી મને ખાતરી છે કે તેઓ પાસે ધોની અને બધા ભારતીય ખેલાડીઓ માટે યોજના હશે.
ધોની આગામી મહિને 38 વર્ષનો થઇ જશે અને હસીને જ્યારે તેમની રમત વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્નાં કે આ મહાન બેટ્સમેનને તેમના મજબૂત પક્ષ વિશે ખબર હોય છે. તેણે કહ્યું હતું કે તે મહાન ખેલાડી છે અને દબાણની પરિસ્થિતિમાં કોઈ બીજા ખેલાડી કરતાં વધુ સારી રીતે રમે છે. તે ખૂબ કુશળ ખેલાડી છે અને જોખમનું મૂલ્યાંકન કરે છે. તેમને તેમની શક્તિ વિશે ખબર છે અને તે જ રીતે રમે છે.