વર્લ્ડકપ ઇતિહાસના ૪૪ વર્ષ પછી ક્રિકેટના જનક ઍવા ઇંગ્લેન્ડની ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની ત્યારે ટીમને ટ્રોફી અપાયા પછી વિજેતા ટીમની સામુહિક તસવીર લેવાઇ રહી હોય અને તેમાં શેમ્પેનની છોળ ન ઉડે તો જ નવાઇ, જા કે ઇંગ્લેન્ડના ખેલાડીઅોઍ વિજયની ખુશીમાં જેવી શેમ્પેનની બોટલ ખોલીને ઉજવણી માટે તેની છોળ ઉડાડવાનું શરૂ કર્યુ કે તરત જ ટીમના બે મુસ્લિમ ક્રિકેટર ત્યાંથી ભાગ્યા હતા.
મોઇન અલી અને આદિલ રાશિદ ટીમની ઉજવણીમાં સામેલ હતા અને શેમ્પેનની બોટલ ખોલીને જેવી છોળ ઉડાડવામાં આવી કે તરત બંને ત્યાંથી ભાગ્યા હતા અને ઍ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ઓસ્ટ્રેલિયામાં રહેતા અને કટ્ટરપંથીઓને હંમેશા જવાબ આપતા ઇમામ તવાહિદીઍ આ વીડિયો શેર કરતાં લખ્યું હતું કે શેમ્પેન જાઇને ભાગતા બે ખેલાડીઅોને જાઇને હું હસવાનું રોકી શક્યો નહોતો. મુસ્લિમ હોવાને કારણે દારૂથી દૂર રહેવાની ધાર્મિક માન્યતાને કારણે બંને હંમેશા આ પ્રકારની ટીમની ઉજવણીથી દૂર રહે છે.