વર્લ્ડકપની ફાઇનલમાં ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને રવિવારે જેવો પોતાનો પહેલો રન બનાવ્યો તેની સાથે જ તે વર્લ્ડકપની ઍક જ સિઝનમાં સૌથી વધુ રન કરનારો કેપ્ટન બન્યો હતો. વિલિયમ્સને આ સાથે જ 2007ના વર્લ્ડકપમાં કેપ્ટન તરીકે સૌથી વધારે રન કરનારા માહેલા જયવર્ધનેનો 12 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. વિલિયમ્સને ઇંગ્લેન્ડ સામેની ફાઇનલમાં 30 રનની ઇનિંગ રમી હતી અને તેના નામે વર્લ્ડકપ 2019માં 578 રન બોલે છે.
આ પહેલા વેસ્ટઇન્ડિઝમાં રમાયેલા વર્લ્ડકપ 2007માં માહેલા જયવર્ધનેઍ 548 રન કરીને ઍક જ વર્લ્ડકપમાં કેપ્ટન તરીકે સર્વાધિક રન કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ઍ વર્લ્ડકપમાં રિકી પોન્ટીંગ તેનાથી માત્ર 10 રન દૂર રહી ગયો હતો. હાલના વર્લ્ડકપમાં વિલિયમ્સન સર્વાધિક રન કરનારાઓની યાદીમાં ચોથા સ્થાને રહ્યો છે. વર્લ્ડકપ 2019માં 648 રન સાથે રોહિત શર્મા પહેલા તો 647 રન સાથે ડેવિડ વોર્નર બીજા અને 606 રન સાથે શાકિબ અલ હસન ત્રીજા સ્થાને રહ્યો હતો.
ઍક વર્લ્ડકપમાં સર્વાઘિક રન કરનારા કેપ્ટનોની યાદી
કેપ્ટન દેશ રન વર્ષ
કેન વિલિયમ્સન ન્યુઝીલેન્ડ 578 2019
માહેલા જયવર્ધને શ્રીલંકા 548 2007
રિકી પોન્ટીંગ ઓસ્ટ્રેલિયા 539 2007
ઍરોન ફિન્ચ ઓસ્ટ્રેલિયા 507 2019
ઍબી ડિવિલિયર્સ દક્ષિણ આફ્રિકા 482 2015