મુંબઇ : મહેન્દ્ર સિંહ ધોનીઍ ક્રિકેટમાં જેટલી સિદ્ધિ મેળવી છે તેનાથી વધુ તેને તેના ચાહકોનો પ્રેમ મળ્યો છે. ધોની પણ પોતાના ચાહકોનું ખાસ ધ્યાન રાખે છે. મુંબઇ ઇન્ડિયન્સ સામેની વાનખેડે સ્ટેડિયમ પરની મેચ પછી ધોની પોતાની ઍક વરિષ્ઠ મહિલા ફેનને મળવા માટે મેદાન પર આવ્યો હતો. મેચ પત્યા પછી ધોનીને મળવા માટે ઍક વરિષ્ઠ મહિલા ફેન આવી હોવાની તેને જાણ થતાં તે ડ્રેસિંગ રૂમમાંથી સ્પેશિયલ ઍ મહિલાને મળવા મેદાન પર પરત આવ્યો હતો અને તેમની સાથે જાતે સેલ્ફી લીઘી હતી. આઇપીઍલના ટ્વિટર હેન્ડલ પર તેનો ઍક વીડિયો શેર કરાયો હતો, જે વાયરલ બન્યો હતો.
આઇપીઍલમાં ૪૦૦૦ રન કરનારો ધોની રૈના પછી સીઍસકેનો બીજા ખેલાડી,
મુંબઇ : મુંબઇ ઇન્ડિયન્સ સામે બુધવારે રમાયેલી મેચમાં ધોની ચેન્નઇ સુપર કિંગ્સ વતી ૪૦૦૦ રન પુરા કરનારો ધોની બીજા ખેલાડી બન્યો હતો. તેના પહેલા સુરેશ રૈના આઇપીઍલ ઇતિહાસમાં ૫૦૦૦ રન પુરા કરી ચુક્યો છે. રૈનાના હાલ ૫૦૮૬ રન છે. જ્યારે ધોનીના ૪૧૩૫ રન છે. ધોનીઍ સીઍસકે વતી આઇપીઍલમાં ૩૫૬૧ રન અને ૪૪૯ રન ચેમ્પિયન્સ લીગમાં બનાવ્યા છે. તેણે ૧૭૮ આઇઉપીઍલ મેચમાં ૨૧ અર્ધસદી ફટકારી છે. જેમાંથી ૧૯ સીઍસકે વતી જ્યારે બે પુણે વોરિયર્સ વતી ફટકારી છે. ધોનીઍ ૪૧૨૩ રન કર્યા છે, જેમાંથી ૫૭૪ રન પુણે જાયન્ટ્સ વતી ફટકાર્યા છે.
આઇપીઍલમાં સીઍસકે વતી ૧૦૦ વિકેટ લેનારો ડ્વેન બ્રાવો પહેલો બોલર
મુંબઇ : સીઍસકે વતી ડ્વેન બ્રાવોઍ આ મેચમાં ૧૦૦ વિકેટ પુરી કરી હતી. બ્રાવોના નામે આઇપીઍલની ૧૨૬ મેચમાં ૧૪૩ વિકેટ છે, પણ તેમાં ચેન્નઇ વતી ૮૧ મેચમાં તેણે ૧૦૦ વિકેટ ઉપાડી છે. આ સાથે જ તે લસિથ મલિંગા ૧૫૫, હરભજન સિંહ ૧૨૭ (બંને મુંબઇ ઇન્ડિયન્સ વતી) તેમજ સુનિલ નરીન ૧૧૨ વિકેટ પછી ઍક જ ટીમ વતી ૧૦૦ વિકેટ લેનારો ચોથો બોલર બન્યો છે. બ્રાવો સિવાય સીઍસકે વતી અત્યાર સુધી સર્વાધિક વિકેટ લેનારાઅોમાં રવિચંદ્રન શ્વિન અને ઍલ્બી મોર્કલના નામો છે, જેમણે ર્સ્વાધિક ૭૬ વિકેટો ઉપાડી છે.