બાંગ્લાદેશ સામે કાર્ડિફમાં રમાયેલી વોર્મ અપ મેચમાં ભારતીય ટીમે કેઍલ રાહુલ અને મહેન્દ્ર સિંહ ધોનીની ધમાકેદાર સદીની મદદથી મુકેલા 360 રનના લક્ષ્યાંક સામે બાંગ્લાદેશની ટીમ 264 રને ઓલઆઉટ થતાં ભારતીય ટીમનો 95 રને વિજય થયો હતો.રાહુલ અને ધોનીઍ સદી ફટકારી તો બોલિંગમાં કુલદીપ અને ચહલે 3-3 વિકેટ ઉપાડી હતી.
રાહુલ અને ધોનીઍ સદી ફટકારી તો બોલિંગમાં કુલદીપ અને ચહલે 3-3 વિકેટ ઉપાડી
360 રનના લક્ષ્યાંક સામે બાંગ્લાદેશને સૌમ્ય સરકાર અને લિટન દાસે 49 રનની ભાગીદારી કરીને સારી શરૂઆત આપી હતી.આ સ્કોર પર જ તેમણે સૌમ્ય સરકાર અને શાકિબ અલ હસનની વિકેટ ગુમાવી હતી. તે પછી લિટન દાસ અને મુશ્ફીકર રહીમે મળીને 120 રનની ભાગીદારી કરી હતી. 169ના સ્કોર પર લિટન દાસ 73 રન કરીને આઉટ થયો હતો અને ઍ જ સ્કોર પર મહંમદ મિથુન પણ આઉટ થયો હતો. તે પછી 218 રનના સ્કોર સુધીમાં બાંગ્લાદેશે વધુ ચાર વિકેટ ગુમાવી હતી, અને 9.4 ઓવરમાં તેમને 143 રન જરૂરી હતા અને અંતે તેઓ 49.3 ઓવરમાં 264 રનના સ્કોર પર ઓલઆઉટ થયાં હતા. કુલદીપ અને ચહલે 3-3 જ્યારે બુમરાહે 2 વિકેટ ઉપાડી હતી.
બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યા પછી વરસાદને કારણે થોડી મોડી શરૂ થયેલી મેચમાં શિખર ધવન ફરી ઍકવાર ફેલ ગયો હતો. ડાબોડી બોલર સામે રમવાની તેની નબળાઇ ખુલ્લી પડી હતી અને તે માત્ર 1 રન કરીને આઉટ થયો હતો. તે પછી રોહિત શર્મા અને વિરાટ કોહલી સ્કોરને 50 સુધી લઇ ગયા ત્યારે રોહિત અગંત 19 રને આઉટ થતા રાહુલ ચોથા ક્રમે બેટિંગમા આવ્યો હતો. વિરાટ કોહલી સરસ ફોર્મમાં હતો અને તેણે 47 રનની ઇનિંગ રમી હતી. બોર્ડ પર 83 રન હતા ત્યારે તે આઉટ થયો હતો. તે પછી વિજય શંકર માત્ર 2 રન કરીને આઉટ થયો હતો. અહીંથી રાહુલ અને ધોનીઍ બાજી સંભાળી હતી અને તેઓ વચ્ચે પાંચમી વિકેટની 164 રનની ભાગીદારી થઇ હતી.
રાહુલ 99 બોલમાં 12 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 108 રન કરીને આઉટ થયો હતો. તે પછી ધોનીઍ હાર્દિક પંડ્યા સાથે 59 રનની ઝડપી ભાગીદારી કરી હતી. પંડ્યા 11 બોલમાં 21 રન કરીને આઉટ થયો હતો. ધોનીઍ તે પછી 73 બોલમાં પોતાની સદી પુરી કરી હતી અને તે 78 બોલમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 113 રન કરીને આઉટ થયો હતો. અંતિમ ઓવરમાં રવિન્દ્ર જાડેજા 11 રન કરીને નોટઆઉટ રહેતા ભારતીય ટીમનો સ્કોર 7 વિકેટે 359 રન થયો હતો.