ઇંગ્લેન્ડ સામેની મેચમાં ભારતીય ટીમના પરાજય પછી અંતિમ અોવરોમાં ધીમી અને કંગાળ બેટિંગ કરનારા ધોનીની આકરી ટીકા થઇ રહી છે, જા કે ફરી ઍકવાર ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીઍ આ અનુભવી વિકેટકીપર બેટ્સમેનનો ઍવું કહીને બચાવ કર્યો હતો કે અંતિમ અોવરોમાં વિકેટ ધીમી થઇ ગઇ હતી.
ધોનીનું હંમેશા સમર્થન કરતાં આવેલો સૌરવ ગાંગુલી તે સમયે કોમેન્ટ્રી કરી રહ્યો હતો અને તેણે બેટિંગ મામલે ધોની અને જાદવના વલણની ટીકા કરી હતી. ગાંગુલીઍ કહ્યું હતું કે મારી પાસે આ બાબતે કોઇ સ્પષ્ટીકરણ નથી. તેણે કહ્યું હતું કે તમે 338 રનનો લક્ષ્યાંક નથી મેળવી શકતાં પણ તમારી પાસે મેચના અંતે પાંચ વિકેટ બચી હોય છે. આ માનસિકતા અને મેચ બાબતે તમારી વિચારણા પર નિર્ભર છે. તમારી પાસે ઍવો મેસેજ સ્પષ્ટ હોવો જાઇઍ કે ગમે તે થાય બોલ ગમે ત્યાં પડે મારે મોટો ફટકો મારવાનો છે.
ઇંગ્લેન્ડની ટીમના માજી કેપ્ટન નાસીર હુસેને પણ કોમેન્ટ્રી દરમિયાન ધોનીની ટીકા કરતાં કહ્યું હતું કે મને નવાઇ લાગે છે કે આ શું ચાલી રહ્યું છે. ભારત આવું નથી ઇચ્છતું, તેને રનની જરૂર છે. આ લોકો શું કરી રહ્યા છે. ભારતીય ચાહકો ઇચ્છે છે કે તેઅો થોડા પ્રયાસ કરે અને જીતવા માટે થોડું જાખમ ઉઠાવે. તેની વાતમાં માજી ક્રિકેટર સંજય માંજરેકરે પણ હામી ભરી હતી.
કોહલીઍ આ ટીકા છતાં જા કે ધોનીનો બચાવ કર્યો હતો. કોહલીઍ કાં હતું કે અંતિમ સમયે વિકેટ ધીમી થઇ ગઇ હતી. તેથી શોટ ફટકારવા મુશ્કેલ બન્યા હતા. કોહલીઍ કહ્યું હતું કે મને લાગે છે કે ધોનીઍ બાઉન્ડરી ફટકારવાના ઘણાં પ્રયાસ કર્યા પણ ઍમ થઇ શક્યું નહી. ઇંગ્લેન્ડે યોગ્ય બોલિંગ કરી અને બોલ થોડા અટકીને આવતા હતા તેથી અંતિમ અોવરોમાં રન બનાવવા મુશ્કેલ બન્યા.