ઇંગ્લેન્ડમાં 30મીથી શરૂ થઇ રહેલા આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમના માજી દિગ્ગજ ખેલાડીઓ અલગઅલગ બાબતો પર પોતાનો મત રજૂ કરી રહ્યા છે. સચિન તેંદુલકરે માજી કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીઍ કયા ક્રમે બેટિંગ કરવી જોઇઍ તે અંગે પોતાનો મત આપતા કહ્યું હતું કે આ વર્લ્ડ કપમાં ધોની પાંચમા ક્રમે બેટિંગમાં ઉતરવો જોઇઍ.
બે વારની વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ હાલના વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ પાંચમી જૂને દક્ષિણ આફ્રિકા સામે રમવા ઉતરશે. સચિને કહ્યું હતું કે મારો ઍવો અંગત મત છે કે ધોનીઍ પાંચમા ક્રમે બેટિંગમાં આવવું જોઇઍ. મને હજુ પણ ઍ ખબર નથી કે ભારતીય ટીમનું સંયોજન શુ હશે. પણ શિખર ધવન અને રોહિત શર્મા ઇનિંગની શરૂઆત કરે તે પછી વિરાટ ત્રીજા ક્રમે અને ચોથા ક્રમે કોઇ અન્ય ખેલાડી આવે, પણ ધોની પાંચમા ક્રમે આવવો જોઇઍ.
માસ્ટર બ્લાસ્ટરે કહ્યું હતું કે ધોની પછી પાવર હિટર હાર્દિક પંડ્યાને ઉતારવો જોઇઍ. આ પ્રકારે તમે તમારા અનુભવી બેટ્સમેનનો ઉપયોગ કરી શકો છો. ધોની અંત સમયે હાર્દિક સાથે મળીને વિસ્ફોટક બેટિંગ પણ કરી શકે છે.
ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની સાથે ન્યુઝીલેન્ડ અથવા પાકિસ્તાનમાંથી ઍક સેમીમાં હોઇ શકે : સચિન
સચિન તેંદુલકરને જ્યારે ઍવું પુછાયું કે તારી નજરે ઍવી કઇ કઇ ટીમો છે જે સેમી ફાઇનલમાં પહોંચી શકે છે, ત્યારે આ માજી દિગ્ગજ બેટ્સમેને જવાબ આપ્યો હતો કે ટીમ ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ આ ત્રણ ટીમ તો સેમી ફાઇનલમાં પહોંચવી જોઇઍ અને તેની સાથે ચોથી ટીમ તરીકે ન્યુઝીલેન્ડ અથવા પાકિસ્તાનમાંથી ઍક ટીમ સેમી ફાઇનલમાં પહોંચી શકે છે.