ભારતીય ટીમ ગરૂવારે અહીં જ્યારે વેસ્ટઇન્ડિઝ સામે પોતાની છઠ્ઠી લીગ મેચ રમવા માટે મેદાને ઉતરશે ત્યારે ટીમ મેનેજમેન્ટની મુખ્ય ચિંતા મહેન્દ્ર સિંહ ધોનીની બેટિંગ અને તેનો બેટિંગ ક્રમ રહશે. બીજા પાવરપ્લેની મહત્વપૂર્ણ અોવરોમાં માજી કેપ્ટન ધોનીની નિષ્ફળતાઍ કેપ્ટન કોહલીની ચિંતા વધારી છે. અફઘાનિસ્તાન સામે ધોનીની ધીમી બેટિંગના કારણે તેની ઘણી ટીકા થઇ છે. સામાન્યપણે શાંત રહેતા સચિને પણ તેની ટીકા કરી હતી. બની શકે છે કે ધોનીનો બેટિંગ ક્રમ બદલવામાં આવે કે જેથી શોટ પસંદગીમાં નાવિન્ય લાવવા માટે જાણીતા કેદાર જાદવને વધુ બોલ રમવા મળે. આઇપીઍલમાં ધોનીની બેટિંગ અને વર્લ્ડ કપમાં તેની બેટિંગ અંગે પણ સવાલો થઇ રહ્યા છે.
નેટ પ્રેકિટસમાં ધોનીઍ સતત પ્રેકિટસ કરી પરફેક્ટ સ્વિપ શોટ ફટકાર્યા
ભારતીય ટીમની અહીં થયેલી નેટ પ્રેક્ટિસમાં ઍક નવી વાત જાવા મળી હતી કે સામાન્યપણે સ્વિપ શોટ ફટકારવામાં કાચા ગણાતા ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીઍ અહીં સતત સ્વિપ શોટ ફટકારવાની જ પ્રેક્ટિસ કરી હતી. ધોની ધીમા બોલરને રમવામાં કાચો પડે છે અને અફઘાનિસ્તાન સામેની મેચમાં ઍ જાવા મળ્યું હતુ, વળી સ્પિનર સામે સૌથી અસરકારક શોટ સ્વિપ જ ગણાય છે તેથી ધોની અહીં સતત સ્વિપ શોટ રમતો જાવા મળ્યો હતો. આ સિવાય પ્રેક્ટિસમાં ભુવનેશ્વર કુમાર સિંગલ વિકેટ પર સતત બોલિંગ કરતો જાવા મળ્યો હતો, જેનાથી ઍ સાબિત થતું હતું કે તેણે પૂર્ણ ફિટનેસ મેળવી લીધી છે.