ભારતમાં હાલ દિવાળી પર્વનો માહોલ છે અને દેશના તમામ લોકો હાલ દિવાળીનો પર્વ ધુમધામથી ઉજવી રહ્યા છે. ત્યારે ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની રાંચી પહોચ્યો છે, તેની સાથે પત્ની સાક્ષી અને દીકરી ઝીવા પણ હતી. ધોનીને જોવા માટે એરપોર્ટ ટર્મિનલમાં હાજર લોકો તેમજ ટર્મિનલ બિલ્ડિંગ બહાર ઉભેલા લોકોએ પોતાના મોબાઇલથી તેની તસવીર લીધી હતી. જવાબમાં ધોનીએ હાથ હલાવી તેમનું અભિવાદન પણ કર્યુ હતું. ધોની દિવાળી સેલિબ્રેશન માટે રાંચી પહોચ્યો છે.
પરિવાર સાથે ઉજવશે દિવાળી
ભારતીય ટીમના પુર્વ સુકાની ધોની પોતાના પરિવાર અને મિત્રો સાથે પોતાના નવા ફાર્મ હાઉસ પર દિવાળી મનાવશે. ધોની 22 ઓક્ટોબરથી ન્યૂઝીલેન્ડ સામે રમાનાર વન ડે મેચ પહેલા દિવાળી મનાવવા રાંચી પહોચ્યો છે. ધોની 20મીએ રાંચીથી રવાના થશે.