Mumbai Indians: મુંબઈ ઈન્ડિયન્સે IPL 2024 માટે હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન બનાવ્યો છે. મુંબઈએ રોહિત શર્માને કેપ્ટન પદેથી હટાવીને આ નિર્ણય લીધો છે.
મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝીએ ગયા શુક્રવારે (15 ડિસેમ્બર) ખૂબ જ આઘાતજનક નિર્ણય લીધો હતો. વાસ્તવમાં મુંબઈની ટીમે પાંચ વખત ટાઈટલ જીતી ચૂકેલા રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને નવો કેપ્ટન બનાવ્યો હતો. મુંબઈ ટીમના આ નિર્ણયથી ચાહકો નારાજ થયા અને તેઓએ પોતાની રીતે ટીમનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું. મુંબઈ ઈન્ડિયન્સના આ નિર્ણયથી નારાજ પ્રશંસકોએ સોશિયલ મીડિયા પર ટીમને અનફોલો કરવાનું શરૂ કરી દીધું હતું.
થોડી જ વારમાં મુંબઈ ઈન્ડિયન્સના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટે લગભગ 1.5 લાખ ફોલોઅર્સ ગુમાવ્યા. સોશિયલ મીડિયા પર મુંબઈ ઈન્ડિયન્સના ફોલોઅર્સમાં અચાનક ઘટાડો થવાને કારણે એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ફેન્સને તેમનો આ નિર્ણય બિલકુલ પસંદ આવ્યો નથી. મુંબઈ ઈન્ડિયન્સ માટે રોહિત શર્મા અત્યાર સુધીનો સૌથી સફળ કેપ્ટન રહ્યો છે, પરંતુ તેમ છતાં તેને કેપ્ટનશિપ પરથી હટાવીને હાર્દિકને ટીમની કમાન સોંપવી ખરેખર ચોંકાવનારી છે.
Mumbai Indians lost around 1.5 Lakh followers today after the announcement. pic.twitter.com/GkaMbcwesc
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 15, 2023
રોહિતે મુંબઈને પાંચ વખત ચેમ્પિયન બનાવ્યું હતું
એ વાત કોઈથી છુપાયેલી નથી કે રોહિત શર્માએ પોતાની કેપ્ટનશિપમાં મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વખત ચેમ્પિયન બનાવ્યું છે. હિટમેને 2013 થી મુંબઈની કમાન સંભાળવાનું શરૂ કર્યું, ત્યારબાદ તેણે તેની કેપ્ટનશિપ હેઠળ મુંબઈને પાંચ આઈપીએલ ટાઇટલ અપાવ્યું. મુંબઈ ઈન્ડિયન્સ પાંચ IPL ટ્રોફી જીતનારી સૌથી પહેલી અને પ્રથમ ટીમ હતી. રોહિતની કેપ્ટન્સીમાં મુંબઈએ 2013, 2015, 2017, 2019 અને 2020માં આઈપીએલ કપ જીત્યો હતો.
આવી હતી હાર્દિકની IPL સફર
નોંધનીય છે કે હાર્દિક પંડ્યાએ 2015માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી IPLમાં ડેબ્યૂ કર્યું હતું અને 2021 સુધી તે ટીમ માટે રમ્યો હતો. પરંતુ 2022 માં, તે નવી રચાયેલી ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સનો ભાગ બન્યો. પોતાની કપ્તાની હેઠળ હાર્દિકે પહેલી જ સિઝનમાં ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવ્યું હતું. ત્યાર બાદ આગામી સિઝનમાં એટલે કે IPL 2023માં ગુજરાતની ટીમ હાર્દિકની કપ્તાનીમાં ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી હતી. પરંતુ ત્યારબાદ 2024 પહેલા હાર્દિક અચાનક જૂની ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો અને હવે તે ટીમનો કેપ્ટન પણ બની ગયો.