મુંબઇ : મુંબઇ ઇન્ડિયન્સની ટીમ બુધવારે પોતાના હોમ ગ્રાઉન્ડ પર જ્યારે કિંગ્સ ઇલેવન પંજાબ સામે મેદાને
ઉતરશે ત્યારે તેમનો ઇરાદો કિંગ્સ ઇલેવન સામે મળેલા પરાજયનો બદલો વાળવાનો રહેશે. બંને ટીમો વચ્ચે
છેલ્લે મોહાલીમાં રમાયેલી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબે 8 વિકેટે વિજય મેળવ્યો હતો. જો કે વાનખેડેના પોતાના
હોમ ગ્રાઉન્ડ પર મુંબઇની ટીમને હરાવવી અઘરી છે.
મુંબઇઍ ચેન્નઇ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ જેવી ટીમને હરાવીનેછેલ્લી બે મેચ જીતી હોવાથી જુસ્સો બુલંદ
મુંબઇઍ ડિફેન્ડીંગ ચેમ્પિયન ચેન્નઇ સુપર કિંગ્સ અને રનર્સઅપ સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યા હતા. આ બંને
વિજય મુંબઇની ઓલરાઉન્ડ બોલિંગ અને ઓછા સ્કોરને બચાવનારા બોલરોના જોરે મળ્યા છે. સાથે જ મુંબઇ
પાસે નીચલા મધ્યમક્રમે હાર્દિક પંડ્યા અને કિરોન પોલાર્ડ જેવા બેટ્સમેન પણ છે. આ તરફ કિંગ્સ ઇલેવન પંજાબે
સોમવારે સનરાઇઝર્સ હૈદરાબાદને 6 વિકેટે હરાવ્યું છે. જો કે તેના બોલરોઍ હાર્દિક અને પોલાર્ડ સામે ડેથ
ઓવરોમાં કરકસરયુક્ત બોલિંગ કરવી ઍક પડકાર બની રહેશે.
મુંબઇ પાસે અલઝારી જોસેફના રૂપમાં ઍક સારો બોલર આવી ગયો છે, જેણે સનરાઇઝર્સ સામેની પોતાની
આઇપીઍલ ડેબ્યુ મેચમાં ૬ વિકેટ ઉપાડી હતી. આ ઉપરાંત બુમરાહ અને જેસન બેહરનડોર્ફની સાથે જ હાર્દિક
પંડયા પણ યોગ્ય સાથ નિભાવી શકે છે. કિંગ્સ ઇલેવન પંજાબ પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. તેના માટે
રાહતની વાત કેઍલ રાહુલ અને મયંક અગ્રવાલ ફોર્મમાં આવી ગયા તે છે. બોલિંગ પણ તેમનું મજબૂત પાસું છે.
અશ્વિનની સાથે મહંમદ શમી, સેમ કુરેન અને મુરૂગન અશ્વિન પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે.