અહીં રમાયેલી શ્રીલંકા સામેની બીજી વન ડેમાં પોતાની ટીમ માટે નોટઆઉટ 98 રનની ઇનિંગ રમનારા મુશ્ફીકર રહીમે વન ડેમાં 6000 રન પુરા કર્યા હતા. ખાસ વાત ઍ હતી કે આ આંકડે પહોંચનારો તે બાંગ્લાદેશનો પહેલો વિકેટકીપર બેટ્મસેન બન્યો છે. જા કે ઓવરઓલ તે ત્રીજો બાંગ્લાદેશી બન્યો છે. તેના પહેલા તમીમ ઇકબાલ અને શાકિબ અલ હસન આ આંકડે પહોંચી ચુક્યા છે. રહીમે રવિવારે 8મો રન પુરો કર્યો તેની સાથે જ વનડેમાં તેના 6000 રન પુરા થયા હતા.
બાંગ્લાદેશ વતી વન ડેમાં સર્વાધિક રન કરનારા ખેલાડીઓ
ખેલાડી ઇનિંગ રન સર્વોચ્ચ ઍવરેજ
તમીમ ઇકબાલ 201 6890 154 35.69
શાકિબ અલ હસન 194 6323 134* 37.86
મુશ્ફીકર રહીમ 201 6090 144 36.46