ભારતીય ટીમના માજી ઓપનર અને હાલના સાંસદ ગૌતમ ગંભીરે ઍવું કહ્યુ છે કે મહેન્દ્ર સિંહ ધોની બાબતે લાગણીશીલ બનીને નહીં પણ પ્રેક્ટિકલ થઇને નિર્ણય લેવાની જરૂર છે. તેણે ઍવું પણ કહ્યું હતું કે ભારતીય ટીમના કેપ્ટન તરીકે ધોની જે રીતે યુવા ખેલાડીઅોની માગ કરીને ભવિષ્યનું રોકાણ કર્યુ હતું તે રીતે જ તેના બાબતે વ્યવહારિક નિર્ણય લેવાની જરૂર છે. કારણ ઘણાં યુવા ખેલાડીઅો લાઇનમાં ઊભેલા જ છે.
ગંભીરે યાદ કરાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં વીબી સિરીઝમાં મોટા મેદાનનું કારણ આગળ ધરીને ધોનીને હું, સચિન અને સેહવાગના સ્થાને યુવા ખેલાડીઅોની માગ કરી હતી. તેણે તો વર્લ્ડકપમાં પણ યુવા ખેલાડી માગ્યા હતા. તેણે કહ્યું હતું કે લાગણીશીલ બનીને નિર્ણય કરવાને બદલે પંત, સંજૂ સેમસન, ઇશાન કિશન કે પછી અન્ય વિકેટકીપર જેમાં ક્ષમતા દેખાય તેને સામેલ કરી લેવો જાઇઍ.
ધોનીની હાલ નિવૃત્ત થવાની કોઇ યોજના નથી : મિત્ર અરુણ પાંડે
મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃત્તિની અટકળો ચાલી રહી છે ત્યારે તેના લાંબા સમયના મિત્ર અને બિઝનેસ પાર્ટનર અરુણ પાંડેઍ શુક્રવારે ઍવું કહ્યું હતું કે ધોનીની હાલમાં નિવૃત્તિ લેવાની કોઇ યોજના નથી. તેના જેવા શ્રેષ્ઠ ખેલાડીના ભાવિ અંગે સતત આવી અટકળો ચાલતી રહે તે કમનસીબીની વાત છે. રવિવારે ટીમ પસંદ થવા પહેલા પાંડેની આ ટીપ્પણી આવી છે.