આઇસીસી વર્લ્ડ કપ 2019ની અહીં રમાયેલી મેચમાં બાંગ્લાદેશે પ્રથમ દાવ લઇને મુકેલા 245 રનના લક્ષ્યાંક સામે
ન્યુઝીલન્ડે રોસ ટેલરની શ્રેષ્ઠતમ ઇનિંગની મદદથી 8 વિકેટે લક્ષ્યાંક કબજે કરી લઇને બાંગ્લાદેશને 2 વિકેટે પરાજીત કર્યુ
હતું. 82 રનની ઇનિંગ રમનારા રોસ ટેલરને મેન ઓફ ઘ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
245 રનના લક્ષ્યાંકની સામે ન્યુઝીલેન્ડે 55 રનના સ્કોર સુધીમાં બંને ઓપનરની વિકેટ ગુમાવી હતી. આ બંને વિકેટ શાકિબ
અલ હસને જ ઉપાડી હતી. તે પછી કેન વિલિયમ્સન અને રોસ ટેલર વચ્ચે 105 રની ભાગીદારી થઇ હતી અને સ્કોર 160
પર પહોંચ્યો ત્યારે વિલિયમ્સન 40 રન કરીને મહેંદી હસન મિરાજનો શિકાર બન્યો હતો. તે પછી તરત જ ટોમ લાથમ પણ
આઉટ થયો હતો અને ન્યુઝીલેન્ડનો સ્કોર 5 વિકટે 162 રન હતો. અહીંથી ટેલર અને જેમ્સ નીશમ બંને ધીમા પડી ગયા
હતા. તે પછી ટેલર અંગત 82 રને મોસાદીક હોસેનનો શિકાર બન્યો હતો અને 191 રનના સ્કોર પર ન્યુઝીલેન્ડે પાંચમી
વિકેટ ગુમાવી હતી અને તેમને વિજય માટે 11.3 ઓવરમાં 54 રનની જરૂર હતી. નીશમ અને ગ્રાન્ડહોમ તે પછી સ્કોરને
218 સુધી લાવ્યા ત્યારે ગ્રાન્ડહોમ અંગત 15 રન કરીને આઉટ થયો હતો અને તે પછીના ચોથા બોલે નીશમ પણ પેવેલિયન
ભેગો થયો હતો અને ન્યુઝીલેન્ડ વિજયથી 27 રન દૂર હતું. જો કે તે પછી મિચેલ સેન્ટનર સહિતના પુંછડીયા ખેલાડીઓ
ન્યુઝીલેન્ડને વિજય સુધી દોરી ગયા હતા.
આ પહેલા ટોસ જીતીને ન્યુઝીલેન્ડે પહેલા બોલિંગનો નિર્ણય કર્યા પછી બાંગ્લાદેશના ઓપનરોઍ ટીમને ફરી ઍકવાર સારી
શરૂઆત અપાવીને પહેલી વિકેટની 45 રનની ભાગીદારી કરી હતી. જા કે સ્કોર 60 રન પર પહોંચ્યો ત્યાં સુધીમાં બંને
ઓપનર આઉટ થઇ ગયા હતા. તે પછી શાકિબ અલ હસને મુશ્ફીકર રહીમ સાથે 50 રનની ભાગીદારી કરી, જો કે રહીમ 19
રને આઉટ થયો તે પછી શાકિબે ઍક છેડો સાચવી રાખ્યો હતો અને તેણે સતત બીજી મેચમાં અર્ધસદી ફટકારી હતી. તે બોર્ડ
પર 151 રન હતા ત્યારે આઉટ થયો પણ તે પછીના બેટ્સમેનો તેના જેવી ઇનિંગ રમી શક્યા નહોતા અને અંતે ટીમ 49.2
ઓવરમાં 245 રને ઓલઆઉટ થઇ હતી.