વેલિન્ગટન : ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચમાં મેજબાન ટીમ ન્યુઝીલેન્ડે શાનદાર પ્રદર્શન કરતા વેસ્ટ ઇન્ડિઝને ઇનીંગ અને 67 રને હાર આપી હતી. આ જીત સાથે ન્યુઝીલેન્ડ સીરીઝમાં 1-0 થી આગળ નીકળી ગઇ છે. ન્યુઝીલેન્ડની જીતનો હીરો નીલ વેન્ગર રહ્યો હતો. નીલ વેન્ગરે પહેલી ઇનીંગમાં 7 અને બીજી ઇનીંગમાં 2 વિકેટ ઝડપી હતી.
પહેલી બેટીંગ કરતા ન્યુઝીલેન્ડે પહેલી ઇનીંગમાં 9 વિકેટે 520 રન કરી ઇનીંગ ડિક્લેર કરી હતી. ન્યુઝીલેન્ડ તરફથી ડેબ્યુ કરનાર ટોમ બ્લંડલએ શાનદાર 107 રન કર્યા હતા. તો કોલીન ગ્રાનહોમે 105, રોસ ટેલરે 93 રન અને હેનરી નિકોલ્સે 67 રન કર્યા હતા. વેસ્ટ ઇન્ડિઝ તરફથી કેમર રોચે 3 વિકેટ ઝડપી હતી. તો મિગલ કમીંસ, રોસ્ટન ચેજ 2-2 વિકટ ઝડપી હતી. પરંતુ જવાબમાં વેસ્ટ ઇન્ડિઝની શરૂઆત ન્યુઝીલેન્ટ સામે સારી રહી ન હતી. કોરન પોવેલના 42 રનને બાદ કરતો કોઇ પણ ખેલાડી મોટી ઇનીંગ રમવામાં સફળ રહ્યા ન હતા. આમ પુરી ટીમ પહેલી ઇનીંગમાં માત્ર 134 રન અને બીજી ઇનીંગમાં 319 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.