આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપમાં કેરેબિયન ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. જો કે ખેલાડીઓઍ કરેલા જારદાર પ્રદર્શનને કારણે વેસ્ટઇન્ડિઝ ક્રિકેટ બોર્ડે તેમને સેન્ટ્રલ કરારમાં સામેલ કરીને ઇનામ આપ્યુ છે. વેસ્ટઇન્ડિઝની વર્લ્ડકપ ટીમમાંથી રમેલા ફેબિયન ઍલન, ઓસાને થોમસ અને નિકોલસ પુરનને પહેલીવાર સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ કરાયા છે. સાથે જ બોર્ડે 7 ખેલાડીઓને તમામ ફોર્મેટ માટે કરારબદ્ધ કર્યા છે.
તમામ ફોર્મેટમાં જે 7 ખેલાડીઓને કરારબદ્ધ કરાયા છે તેમાં ડેરેન બ્રાવો, શિમરોન હેટમાયર, કીમો પોલ, કેપ્ટન જેસન હોલ્ડર, શાઇ હોપ, અલજારી જાસેફ અને કેમાર રોચનો સમાવેશ થાય છે. 1લી જુલાઇથી 30 જૂન 2020 સુધીના કરારમાં ઍલન, પૂરન અને થોમસને પહેલીવાર સામેલ કરાયા છે. આ ઉપરાંત 15 મહિલા ખેલાડીઓને પણ કરાર આપવામાં આવ્યા છે.