પોતાની બેટિંગ વડે ઘણાં રેકોર્ડ તોડનારા વિરાટ કોહલીના નામે ૮થી વધુ વિકેટ નોંધાયેલી હોત જા તેના સાથી ખેલાડીઅોઍ તેની મીડિયમ પેસ બોલિંગ પર વિશ્વાસ કર્યો હોત. વિરાટે મજાક ભર્યા લહેજામાં ઍ જાહેર કર્યુ હતું કે આખરે ડિસેમ્બર 2017 પછી તેણે ઇન્ટરનેશનલ મેચમાં બોલિંગ કેમ નથી કરી. તેણે કહ્યું હતું કે શ્રીલંકામાં 2017માં ઍક વનડે સિરીઝ દરમિયાન અમે લગભગ તમામ મેચ જીતી રહ્યા હતા, ત્યારે મેં ધોનીને પુછ્યું કે શું હું બોલિંગ કરી શકુ? જેવો હું બોલિંગ કરવા માટે તૈયાર થયો ત્યારે બાઉન્ડરી પરથી જસપ્રીત બુમરાહ બરાડ્યો હતો કે આ કોઇ મજાક નથી, ઇન્ટરનેશનલ મેચ છે. તેણે કહ્યુ હતું કે મને જેટલો મારી બોલિંગ પર વિશ્વાસ છે ઍટલો ટીમમાં કોઇ ખેલાડીને નથી.
