સિંગાપોર : ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ શનિવારેં જાપાનની નોઝોમી ઓકુહારા સામે અહીં સિંગાપોર ઓપનની સેમી ફાઇનલમાં હારી ગઇ હતી. જાપાની ખેલાડીએ સિંધુને સીધી ગેમમાં 21-7, 21-11થી હરાવી હતી. બંને ખેલાડીઓ વચ્ચે આ સાથે અત્યાર સુધી કુલ 14 મેચ રમાઇ છે અને ઓકુહારાના આજના વિજય સાથે બંને વચ્ચેનો રેકોર્ડ 7-7વો થયો છે. સિંધુના પરાજની સાથે જ આ ટુર્નામેન્ટમાં ભારતીય પડકારનો અંત આવી ગયો છે.
વિશ્વની ત્રીજી ક્રમાંકિત ઓકુહારાએ 3,55,000 અમેરિકન ડોલરનું ઇનામ ધરાવતી આ ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં મેચની શરૂઆતમાં જ 5 પોઇન્ટ કબજે કરી લીધા હતા. સિંધુએ તે પછી એક પોઇન્ટ મેળવ્યો, જો કે ઓકુહારાની સ્પિડ સામે ઝઝુમતી જોવા મળી હતી. આકરી મેચમાં સિંધુએ વાપસી માટેના પ્રયત્નો તો કર્યા પણ તે સફળ થઇ શકી નહોતી. સિંધુએ પહેલી ગેમમાં જે ભુલો કરી હતી તે તેણે બીજી ગેમમાં પણ દોહરાવી હતી અને પરિણામે આકુહારા મેચ જીતી ગઇ હતી. આ પહેલા ઓકુહારાએ ક્વાર્ટર ફાઇનલમાં અન્ય ભારતીય ખેલાડી સાઇના નેહવાલનેં હરાવી હતી.