NZ Vs SL: T-20 ઇતિહાસમાં શ્રેષ્ઠ કમબેક, ન્યૂઝીલેન્ડે શ્રીલંકાની જીત છીનવી લીધી
NZ Vs SL: ન્યૂન્યૂઝીલેન્ડે શ્રીલંકા સામે પહેલા ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં ભવ્ય કમબેક કરતું 8 રનથી જીત મેળવી. આ મેચને ટી-20 ઇતિહાસના સૌથી શ્રેષ્ઠ કમબેક તરીકે યાદ કરવામાં આવશે. 173 રનની લક્ષ્યની પાછળ દોડતી શ્રીલંકાની ટીમે શરૂઆતમાં જઝબાત સાથે 13.3 ઓવરમાં કોઈ વિકેટ ગુમાવ્યા 121 રન બનાવ્યા હતા. પરંતુ પછી ન્યૂઝીલેન્ડના બોલરોના આકરા પ્રદર્શનથી મૅચની તસવીર બદલાઈ ગઈ.
ન્યૂઝીલેન્ડના બોલરોએ 14મી ઓવરથી શ્રીલંકાની વિકેટ ગુમાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. પહેલા મેન્ડિસ 46 રનના સ્કોર પર આઉટ થયો હતો, પછીના બોલ પર કુશલ પરેરા ખાતું ખોલાવ્યા વિના જ પાછો ફર્યો હતો. આ પછી કામિન્દુ મેન્ડિસ પણ પેવેલિયન પરત ફર્યો હતો. શ્રીલંકાએ 121ના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી, જેના કારણે તેનો દાવ ખોરવાઈ ગયો હતો. પથુમ નિસાન્કાએ 90 રનની શાનદાર ઇનિંગ રમી હતી, પરંતુ તેનો સંઘર્ષ વ્યર્થ ગયો હતો. ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને 164 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. જેકબ ડફીએ શાનદાર બોલિંગ કરી અને 21 રનમાં ત્રણ વિકેટ લીધી. આ સિવાય મેટ હેનરી અને જેક ફોલ્કસે બે-બે વિકેટ લીધી હતી.
https://twitter.com/ICC/status/1872960724919603513
પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે વહેલી વિકેટ ગુમાવી દીધી હતી. તેમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને ટીમે માત્ર 21 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી રચિન રવિન્દ્ર અને રોબિન્સન પણ વહેલા આઉટ થઈ ગયા હતા. જો કે, ડેરીલ મિશેલ અને માઈકલ બ્રેસવેલ વચ્ચેની શાનદાર ભાગીદારીએ ન્યુઝીલેન્ડને પાછું લાવ્યું. મિશેલે 42 બોલમાં 62 રન બનાવીને ટીમનું નેતૃત્વ કર્યું હતું, જ્યારે બ્રેસવેલે 33 બોલમાં 59 રનની ઝડપી ઇનિંગ રમી હતી. બંને વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 105 રનની ભાગીદારી થઈ હતી, જેના કારણે ન્યૂઝીલેન્ડે પડકારજનક સ્કોર બનાવ્યો હતો.