હાલમાં જ ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કરનારા યુવરાજે આજથી 12 વર્ષ પહેલા આજના દિવસે જ દક્ષિણ આફ્રિકામાં રમાયેલી વર્લ્ડ ટી-20 ટુર્નામેન્ટમાં ઇંગ્લેન્ડના ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડને 6 છગ્ગાનો પાઠ ભણાવ્યો હતો. યુવરાજ સિંહની છ બોલમાં છ છગ્ગાની એ ઇનિંગ હમેશા યાદ કરવામાં આવશે.
12 વર્ષ પહેલા 19 સપ્ટેમ્બર 2007ના રોજ દક્ષિણ આફ્રિકાના કિગ્સમીડ મેદાન પર રમાયેલી વર્લ્ડ ટી-20 ટુર્નામેન્ટમાં ઇંગ્લેન્ડ સામેની મેચમાં ભારતીય ઇનિંગની 19મી ઓવર ફેંકવા માટે આવેલા સ્ટુઅર્ટ બ્રોડને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે આજે તેનું નામ અલગ રીતે ઇતિહાસમાં લખાઇ જશે. સ્ટુઅર્ટ બ્રોડની એ ઓવરમાં યુવરાજે કરેલી ફટકાબાજીનો વીડિયો તમે અહીં જોઇ શકો છો.
#OnThisDay @YUVSTRONG12 caught ?
6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ in the 2007 #T20WorldCup. pic.twitter.com/1hvwKE2CBf
— T20 World Cup (@T20WorldCup) September 19, 2019
એ ઓવરના પહેલા બોલે યુવરાજે છગ્ગો ફટકાર્યો તે પછીના બે બોલે પણ જ્યારે છગ્ગો ફટકાર્યો ત્યારે હાલના ટીમના કોચ રવિ શાસ્ત્રી કોમેન્ટરી કરી રહ્યા હતા અને તેમણે હજુ તો થ્રી ઇન એ રો બોલવાનું પુરૂ કર્યુ ત્યાં જ ચોથો છગ્ગો પડ્યો અને તેમણે તરત જ ફોર ઇન અ રો બોલવું પડ્યું હતું. 6 બોલમાં 6 સિક્સર ફટકારીને યુવરાજે એ ટી-20માં 12 બોલમાં 50 રન મારવાનો રેકોર્ડ બનાવ્યો હતો.