આઇસીસી વર્લ્ડ કપ 2019ની આજની બીજી મેચમાં પાકિસ્તાનની ટીમનો વેસ્ટઇન્ડિઝ સામે 21.4 ઓવરમાં 105 રને વિંટો વળી ગયો હતો. પાકિસ્તાનનો વર્લ્ડ કપ ઇતિહાસમાં આ બીજો નીચો સ્કોર રહ્યો હતો. આ પહેલા પાકિસ્તાનની ટીમ 1992ના વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે માત્ર 74 રનમાં ઓલઆઉટ થઇ હતી. જો કે ઍ મેચ વરસાદને કારણે રદ થઇ હતી.
શુક્રવારની મેચમાં પાકિસ્તાનના બેટ્સમેનો કેરેબિયન ઝડપી બોલર્સની જોરદાર શોર્ટ પીચ બોલિંગ સામે વામણાં પુરવાર થયા હતા અને તેના સ્ટાર બેટ્સમેનોમાંથી કોઇ 25 રન સુધી પણ પહોંચી શક્યું નહોતું. તેના 7 બેટ્સમેન બે આંકડે પણ પહોંચી શક્યા નહોતા. પાકિસ્તાનના માત્ર 4 બેટ્સમેન બે આંકડે પહોંચી શક્યા હતા અને તેમાંથી 22 રન તેમનો સર્વોચ્ચ સ્કોર રહ્યો હતો.