આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019ના ચોથા સેમી ફાઇનાલિસ્ટનું નામ પાકિસ્તાન અને બાંગ્લાદેશની મેચ પુરી થવા પહેલા જ નક્કી થઇ ગયું અને આ મેચનું પરિણામ આવે તે પહેલા પાકિસ્તાન ફેલ થયું હતું જ્યારે ન્યુઝીલેન્ડ સેમી ફાઇનલ માટે ક્વોલિફાઇ થઇ ગયું હતું. પાકિસ્તાને 315 રન બનાવ્યા હતા અને તેણે સેમી ફાઇનલમાં ક્વોલિફાય થવા માટે બાંગ્લાદેશને 308 રને હરાવવાનું હતું. જો કે મેચમાં જેવો બાંગ્લાદેશનો 8મો રન થયો તેની સાથે પાકિસ્તાન સેમી ફાઇનલની રેસમાંથી આઉટ થઇ ગયું હતું.
આજની મેચમાં પાકિસ્તાનના ચાહકોને પોતાની ટીમ પાસે મોટી આશાઓ હતી પણ બાંગ્લાદેશે પાકિસ્તાનને 9 વિકેટે 315 રન પર જ અટાકવતા તેમની આશાઓનો ભુક્કો થયો હતો. પાકિસ્તાને જે સ્કોર કર્યો તે અનુસાર તેણે બાંગ્લાદેશને 7 કે તેનાથી ઓછા રનમાં ઓલઆઉટ કરવાનું હતું જે કોઇ રીતે શક્ય નહોતું અને બાંગ્લાદેશે 8મો રન કરતાં બીજી ઓવરમાં જ પાકિસ્તાન સેમી ફાઇનલની રેસમાંથી આઉટ થઇ ગયું હતુ.